________________
નવપદની ઓળી તપ
૩૩૩.
મયણાસુંદરી ને શ્રીપાલ તેની નજરે ચઢયા એટલે કેઢિયાને બદલે કાંતિમાન કુંવર સાથે મયણાને જોતાં તેને મનમાં કુશંકા ઉદ્ભવે છે. મયણએ માતાને ઓળખી, સર્વ હકીકત જણાવી કહ્યું કે-આ સર્વ પ્રતાપ શ્રી સિદ્ધચક યંત્રને છે.
તેઓ સર્વ રાજમહેલમાં ગયા. એકદા ઘોડા ખેલવતે ખેલવતો પ્રજા પાળ રાજા પણ ત્યાં આવી ચઢયે. તેણે પણ મયણાને ઉંબરાણાને બદલે કાંતિમાન રાજકુમાર સાથે નિહાળી એટલે ઉગ્ર આવેશમાં આવી જઈ તલવાર કાઢી, પરંતુ મયણાએ સર્વ હકીકત જણાવતાં તેને રોષ શમી ગયે અને મયણા તથા તેની માતા, શ્રીપાળ અને તેની માતા વગેરેને આદરપૂર્વક પિતાના નગર ઉજજૈણમાં લઈ ગયા.
એકદા શ્રીપાળ સુંદર પોષાક પહેરીને ફરવા નીકળ્યો છે તેવામાં એક કન્યાએ પિતાની માતાને પૂછ્યું કે આ કેણ છે ? ડેસીએ જણાવ્યું કે–તે આપણા રાજાને જમાઈ છે. આ પ્રમાણે વચન સાંભળ્યા બાદ શ્રીપાળનું મન ચકડળે ચડ્યું. તેને થયું કે–સસરાના નામથી ઓળખાવું અને આ રીતે પુરુષાર્થ કર્યા વિના પડી રહેવું તે વ્યાજબી નથી. તેણે દેશાટન કરવાને મક્કમ નિર્ણય કર્યો. આ હકીક્ત માતા તથા મયણને પણ જણાવી. તેઓએ સાથે આવવા કહ્યું પણ શ્રીપાળે સમજાવી એકલા જ વિદાય લીધી.
શ્રીપાળ ભરુચ બંદરે આવી પહોંચે. ત્યાંના બંદરમાં કૌશાંબીના સાર્થવાહ ધવલશેઠના પાંચસે વહાણે નાંગર્યા