________________
નવપદની ઓળી તપ
૩૩૧ ઉંબરાણાની હકીકત સાંભળતાં જ મયણાસુંદરીના હર્ષને પાર ન રહ્યો. તેને થયું કે છેવટે હું એક રાજ કુમાર સાથે પરણી છું, વિધિના ખેલ હંમેશા વિચિત્ર જ હોય છે.
એકદા કેઈએ મયણાસુંદરીને જૈન મુનિરાજના આગમનની હકીકત કહી. મયણાસુંદરી તેમની પાસે ગઈ. ઉપદેશ સાંભળ્યા પછી મયણાએ ગુરુમહારાજને પોતાનું દુઃખ દૂર કરવા પ્રાર્થના કરી, કોઈ ઔષધ દર્શાવવા કહ્યું. ગુરુ મહારાજે આશ્વાસન આપતાં જણાવ્યું–બહેન, શાંતિ ધારણ કર. દુઃખમાં જ ધીરજ ધારણ કરવી એ જ માનવીનું ભૂષણ છે. અમે તે સાધુ કહેવાઈએ. અમારે સંસારની આધિ, વ્યાધિ કે ઉપાધિ ન હોય. અમે દવા ન કરીએ કે ઔષધ પણ ન ચીપીએ. અમારી પાસે તે સર્વ રોગનું એક જ ઔષધ છે. અને તેનું નામ “ધર્મ. ” તારા લલાટ પરથી તું ભાગ્યશાળી જણાય છે. ધર્મના પ્રભાવથી સર્વ સારાં વાનાં થાય છે. એકચિત્તથી તું ધર્મનું ધ્યાન ધરજે. આગમરૂપી સાગરને લેવીને માખણરૂપ યંત્ર તને જણાવું છું તેનું તું એકાગ્ર ચિત્તથી આરાધન કરજે. એ મહાપ્રાભાવિક યંત્ર છે “શ્રી નવપદ યંત્ર આ નવપદનું ધ્યાન ધરજે અને શ્રી સિદ્ધચકની આરાધના કરજે. તેના પ્રભાવથી સર્વ પ્રકારનાં તારાં દુખ-દારિદ્રય નષ્ટ થઈ જશે.
નવપદમાં પ્રથમ પદ -અરિહંત, જેમણે સંસારથી તરવાને માર્ગ દર્શાવ્યું. બીજું પદ સિદ્ધ ભગવંતનું