________________
તપોરત્ન રત્નાકર
રાજસભા ભરાણી છે. રાજાએ અનેક પ્રશ્નો કર્યાં”. તેના બંને પુત્રીએ યુક્તિપૂર્વક જવાબે આપ્યા. રાજા હર્ષિત બન્યા. પંડિતાને ઈનામ આપ્યાં. છેલ્લે છેલ્લે રાજાએ એક પ્રશ્ન કર્યાં. જગતને જીવાડનાર કાણુ ? આ પ્રશ્નમાં રાજાનું અભિમાન ઝળકતુ હતુ.
૩૮
સુરસુંદરી મિથ્યાધથી વાસિત હતી જ્યારે મયણાસુંદરી સમ્યગ્ ધર્મનાં સંસ્કારવાળી હતી. સુરસુંદરી પર તેના વૈદ્ધિક ધર્મગુરુની દાયા હતી જ્યારે મયણાસુંદરી જૈન ધર્મના સંસ્કારાથી વાસિત હતી. કર્મોનાં નિયમે અને જીવનું સ્વરૂપ તે સારી રીતે સમજતી હતી.
સુરસુંદરીએ પિતાને ગમી જાય તેવા જવાબ આપ્યા. જગતને જીવાડનાર બે જણા જ છે; એક રાજા અને બીજો મેઘ.
રાજાએ મયણાસુંદરી સામે જોયું પણ તે નિરુત્તર રહી. રાજાએ ફરી પ્રશ્ન કર્યાં પણ મયણાસુંદરીના હાડ થીડાયેલા જ રહ્યા. વિશેષ આગ્રહ કરી રાજાએ પૂછ્યુ એટલે મયણાસુ દરીએ નિડરતાથી જવાબ આપ્યા. પિતાશ્રી અભિમાન ન કરે. જીવન મરણુ એ માનવીના હાથની વાત નથી. દરેક વસ્તુ કવીન છે.
રાજાની આંખમાં ક્રોધાગ્નિ ભભૂકી ઊઠચો. પાતાનુ ફરજંદ ભર સભામાં અપમાન કરે તે તેનાથી સહન ત થયું. એટલે રાજા તાડૂકી ઊઠયોઃ પુત્રી ! તને તારા કમ પર ભરાંસા છે તે તેનું પરિણામ તુજોઇ લેજે. સભા વિસર્જન થઈ ગઈ. રાજાના ક્રાધ શમ્યા નહેતા.