________________
૩૨
નવપદની ઓળી તપ નવમે દિવસે ભરે ભાણે એકાસણું, તથા દમે દિવસે ઉપવાસ. એ પ્રમાણે દશ દિવસ કરવું. ગરણું, ઉઘાપન વિગેરે મોટા દશ પચ્ચકખાણ પ્રમાણે કરવું (જુઓ. નં. ૧૧૯)
૧૨૧. નવપદની ઓળી (સિદ્ધચકારાધનત૫) (જૈ. પ્ર.)
દિનપ્રતિદિન શ્રી નવપદજીની ઓળીનું માહાભ્ય વધનું આવે છે. આ ઓળી સંબંધી વર્ણન કરવું એટલે દિવસે સૂર્યને બતાવવા જેવું કાર્ય ગણાય. આ ઓળીના આરાધનાથી અનેક ભવ્ય પ્રાણીઓ આ ભવસાગરને નિસ્તાર પામ્યા છે, છતાં પણ રાજા શ્રીપાલ અને મયણાસુંદરીએ શ્રી નવપદજીની આરાધનથી જે બદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરી આત્મશ્રેય સાધ્યું તેને કારણે આ તપની વિશેષ પ્રસિદ્ધિ થઈ છે. શ્રીપાલરાજા અને મયણાસુંદરીનું સંક્ષિપ્ત વૃત્તાંત નીચે પ્રમાણે છે. વિસ્તૃત વિવેચન માટે તો શ્રીપાલ રાજાને રાસ અર્થ સહિત કે શ્રીપાલ ચરિત્ર જ વાંચવું ગ્ય છે.
ભરતખંડના માલવદેશની ઉજજૈણી નગરીમાં પ્રજાપાલ રાજવીને સુરસુંદરી અને મયણાસુંદરી નામની બે પુત્રીઓ હતી, અભ્યાસકાળ પૂર્ણ થયા પછી પંડિતએ રાજાને પ્રાર્થના કરી કે રાજપુત્રીની પરીક્ષા લઈ અમને પારિતોષિક આપો. રાજાએ કહ્યું : સારું. આવતી કાલે રાજસભામાં બંને પુત્રીની પરીક્ષા લઈ તમને ઇનામ આપશું.