________________
ચંદનબાળા તપ
૩૦૯
મહિના ને પચ્ચીસ દિવસ થયા છતાં આ અભિગ્રહની પૂર્ણાહુતી નથી થઈ. કૌશાંબી નગરીમાં ભગવંત ભિક્ષા માટે ભ્રમણ કરી રહ્યા છે. ચંદનાના ભાગ્યબળથી અચાનક પરમાત્મા તેના આંગણે આવી ચઢવ્યા. બધી બાબતે બરાબર નીડાળી, પણ ચંદનાની આંખમાં આંસું નહોતા એટલે ભગવંત પાછા ફર્યા. ચંદનબાળાએ જોયું કે-અતિથિ પાછા ફરી રહ્યા છે એટલે આંખમાં અશ્ર લાવી તેણે વિજ્ઞપ્તિ કરી કે કૃપાનાથ ! શા માટે પાછા ફરે છે ? અડદના બાકળા ગ્રહણ કરી મુજ રંક પર કૃપા કરે. પરમાત્માએ ચંદનાની આંખમાં અશ્રુ નીહાળ્યા અને પિતાને હાથ લાગે કર્યો. ચંદનાએ ભક્તિભાવથી બાકળા વહરાવ્યા.
ત્રણ જગતના સ્વામીને અભિગ્રહ પૂર્ણ થયે. કુદરત પણ આનંદી બની ગઈ. દેએ જ્યભારવ કર્યો. પ્રકૃતિ ખીલી ઊઠી. ચંદનાની બેડી તૂટી ગઈ અને પૂર્વવત્ મનેહર બની ગઈ
શેઠ લુહારને બોલાવીને આવ્યા ત્યાં તે ચંદનાને પહેલાના જેવી સ્વરૂપવતી જોઈ હર્ષિત બન્યા, મૂળા શેઠાણી પણ આ ચમત્કાર નીહાળી ત્યાં આવી ચઢયા. ચંદનાએ શેઠ-શેઠાણીના ચરણમાં મસ્તક નમાવ્યું. મૂળા શેઠાણીને આભાર માનતા કહ્યું કે માતા, આપને મારા પર અતીવ ઉપકાર થયે, કારણ કે ત્રણ જગતના નાથ મહાવીર પરમાત્માનું પારણું મારા હાથે થયું.