________________
ચંદનબાળા તપ
૩૦૭
દીધો. મૂળા ઝરુખામાંથી આ દશ્ય નિહાળી રહી હતી. તેને ઈર્ષ્યાગ્નિમાં આ બનાવથી ઘીમાં સિંચન જેવું થયું. તેને કપાગ્નિ પ્રકટી નીકળ્યું. તેણે કોઈ પણ પ્રકારે ચંદનાને કાંટો દૂર કરવાને મનસૂબો કરી લીધું.
શેઠ ભેજન કરી, છેડો વખત આરામ કરી દુકાને ચાલ્યા ગયા. હવે મૂળાએ પિતાનું કર્તવ્ય શરૂ કર્યું. એક હજામને બોલાવી ચંદનાના વાળ કપાવી નખાવ્યા. માથે મુંડે કરાવ્યું. પગમાં બેડી નાખી અને દૂરના ઓરડામાં લઈ જઈ માર મારી પૂરી દીધી. નેકરને સપ્ત ધમકી આપી કે-જે કઈ ચંદના સંબંધી હકીકત શેઠને જણાવશે તેનું મોત જ આવ્યું સમજી લેશે.
સાંજે શેઠ ઘરે આવ્યા, આડુંઅવળું જોયું પણ ચંદનાને ન જઈ એટલે પૃચ્છા કરી. શેઠાણની ધાકથી કેઈએ ઉત્તર ન આપે. શેઠે વિચાર્યું કે આડી-અવળી રમતી હશે. બીજે દિવસે પણ ચંદનાને ન જોઈ એટલે બધા નોકરોને પૂછ્યું પણ ખુલાસે ન મળે એટલે ધાયું કે કયાંક બેસવા ગઈ હશે. ત્રીજા દિવસે પણ ચંદનાને ન જતાં શેઠને શંકા ઉદ્ભવી. તેણે બધા નેકરને ભેગા કરીને ધમકાવ્યા એટલે એક ડોશીએ હિમ્મત લાવીને બધી હકીક્ત જણાવી.
હકીકત સાંભળતાં જ શેઠને પગથી માથા સુધી આગ લાગી હોય તેવી વેદના થઈ. તરત જ તે ડોશી સાથે ચંદનબાળાના ઓરડા પાસે આવ્યા. શેઠે બારણું ઉઘાડી નાખ્યું