________________
૩૦૬
તરત્ન રત્નાકર
તેનું મૂલ્ય વધારે માગતે હેવાથી કેઈએ ખરીદી નહીં તેવામાં તે સ્થળે ધનાવહ શ્રેણી આવી ચડ્યા. ધનાવહ શ્રેણી ભદ્રસ્વભાવના પ્રેમમૂર્તિ અને દયાના ભંડાર હતા. તેમણે વિચાર્યું કે આ કેઈ ઉચ્ચકુળની બાળા જણાય છે. ભાગ્યવશ વેચાવાને પ્રસંગે પ્રાપ્ત થયું છે, કેઈ નીચને પ્રાપ્ત થશે તે તેની લાજ-મર્યાદા નહીં સચવાય, એટલે તેઓએ તેમને મેં માગ્યું મૂલ્ય આપીને ખરીદી લઈ, ઘરે લાવી, પિતાની પત્ની મૂળાને સોપીને કહ્યું કે-આ આપણું પુત્રી છે, તેનું બરાબર જતન કરજે.
વસુમતી તે અહીં પોતાના ઘરની માફક રહેવા લાગી. મધુર વચનથી શ્રેષ્ઠી વિગેરેને આનંદ આપવા લાગી. તેના વચન ચંદન જેવા શીતળ હોવાથી શ્રેષ્ઠીએ તેનું ચંદનબાળા નામ રાખ્યું.
ચંદના રૂપાળી તે હતી જ. તેમાં ભર યુવાવસ્થાને કારણે તેનું રૂપ અત્યંત ખીલી ઊઠયું હતું. મૂળા શેઠાણીને મનમાં શંકા ઉદ્દભવી કે–રખેને શેઠ ચંદનાને પિતાની પત્ની બનાવે. એવામાં અચાનક એક પ્રસંગ બની ગયા અને મૂળા શેઠાણીને સંશય મજબૂત બન્યા.
ગ્રીષ્મ ઋતુના સખ્ત તાપમાં શેઠ ઘરે આવ્યા. પગ ધનાર કેઈ નેકર તેટલામાં ન હતું એટલે ચંદનાએ સમજી જઈ, પિતા તુલ્ય ધનાવહ શેઠના પગ ધોયા. દરમિયાનમાં વાંકા વળતા ચંદનાને અંબોડે છૂટી જઈ નીચે કાદવમાં પડ્યો. શેઠે પિતાની લાકડીથી તે ઊંચે કરી ફરીથી બાંધી