________________
ચંદનબાળા તપ
૩૦૫
મૂકી અને તે બંનેને પકડી લઈ ભયાનક જંગલ તરફ ચાલ્યે ગયે, જ્યાં કોઈ પણ માણસ ફરકે નહીં.
,,
ભયાનક જંગલમાં આવેલા જોઈ રાણી ધારિણીએ સાંઢીસ્વારને પૂછ્યુ “ તમે અમને શુ' કરશે ? ” શિયલની કિમન્ ન સમજદાર મૂખ સાંઢણીસ્વારે કહ્યુ` કે– ‘ અરે ! તને સારું સારુ ખવરાવીશ ને મારી પત્ની બનાવીશ. ” વજ્રપાત જેવા આ વચને સાંભળતાં જ ધારિણીને આઘાત લાગ્યું. અને તે આઘાતને પરિણામે તે જ ક્ષણે તે ધરતી પર ઢળી પડી. માતાનું અચાનક મૃત્યુ થયેલું નીહાળી વસુમતીની વેદનાને પાર ન રહ્યો. તેણે કલ્પાંત કરી મૂકયા. થોડીવારે તે પણ મૂર્છા પામી છેભાન બની ગઈ.
સાંઢણીસ્વાર આ અચાનક મનાવથી ગભરાઈ ગયા. તેને થયું કે આ રાજકન્યાને હવે કંઇ પણ ન કહેવું. વસુમતીની મૂર્છા ઉત્તરી એટલે સાંઢઙ્ગીસ્વારે તેને મીષ્ટ શબ્દોથી આશ્વાસન આપ્યું અને પોતાના સાથે કોશામ્બી નગરીમાં લાવ્યેા.
કૌશાંખીમા આવીને સાંઢણીસ્વારે વિચાર કર્યાં કે–આ માળા અતિ રૂપવંત છે, માટે તેને વેચીશ તે ઘણું ધન મળશે. તેણે કૌશાંબીના ચૌટામાં વસુમતીને વેચવા માટે
ઊભી રાખી
કૌશાંબી વેપારપ્રધાન નગરી હતી, વળી રાજધાની હતી એટલે લોકોની અવરજવર મોટા પ્રમાણમાં રહેતી. વસુમતીને જોઈ ઘણા લાકા એકઠા થઈ ગયા પણ સાંઢણીસ્વાર
ત–૨૦