________________
૩૦૪
તરત્ન રત્નાકર
ચંદનબાળાને અઠ્ઠમ” એ પ્રમાણે પવિત્ર સતી સાધ્વીનું સ્મરણ કરીને અઠ્ઠમની તપસ્યા ફક્ત અડદના બાકુલાથી કરવામાં આવે છે. નારીવર્ગમાં આ તપ ઘણો જ પ્રચલિત છે. ચંદનબાળાનું સંક્ષિપ્ત કથાનક નીચે પ્રમાણે છે.
ચંપાનગરીના દધિવાહન રાજાને ધારિણીથી રાણી વસુમતી નામની પુત્રી પ્રાપ્ત થઈ. યેાગ્ય ઉમરે વસુમતીને વ્યવહારુ અને ધાર્મિક અભ્યાસ કરાવ્યા. કુદરતી રીતે જ વસુમતીને ધાર્મિક સંસ્કાર પ્રત્યે અતીવ અનુરાગ હતું. તે ધાર્મિક જીવન જીવતી અને રાજકુમારી હોવા છતાં હંમેશાં સાદાઈથી રહેતી. ધીમે ધીમે વસુમતી યૌવનવતી બની.
અચાનક કોશમ્બીના શતાનિકે ચંપાનગરીને ઘેરે ઘા. દધિવાહન રાજાએ સામનો કર્યો પણ શતાનિકના પ્રચંડ લશ્કર પાસે તેને પરાજિત થવું પડ્યું. તે જીવ લઈને નાસી ગયા. શતાનિકે સૈન્યને આદેશ કર્યો કે-નગરીમાંથી જેને જે ફાવે તે પ્રમાણે લૂંટી લે. આખી ચંપાનગરીમાં હાહાકાર મચી ગયે અને લેક સૈન્યના જુલમથી ત્રાસી ગયા.
દધિવાહન નાશી ગયાના સમાચાર સાંભળી રાણી ધારિણી અને વસુમતી પણ લાગ જોઈને નાસી છૂટ્યા. નગરીની બહાર નીકળતાં એક સાંઢણીવાર તેમને જોઈ ગયે, રાજરાણી અને રાજબીજ-વસુમતીને જેઈ સાંઢણુસ્વાર તેમનાં રૂપ પર મેહિત થઈ ગયે, તેણે વિચાર્યું કે-આ નગરમાંથી આ જ વસ્તુઓ ગ્રહણ કરવા જેવી છે. તેણે પાછળ સાંઢણી મારી