________________
નવ નિધાન તપ
૩૨૩
આ તપમાં શુક્લ પક્ષની બારસ બાર માસ સુધી કરવી. એકાસણાદિક તપ કરવો. ઉઘાપન જ્ઞાનપંચમીની જેમ કરવું.
લ્હી દુવાલસંગીણું નમઃ” એ પદનું ઝરણું વીશ નવકારવા ળીનું ગણવું. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૧૧૮. નવ નિધાન તપ. (લા. વિ. પ્ર.)
[ નવ નિધાનની પ્રાપ્તિ, ખાસ કરીને તે, ચકવતિને થાય છે. પુણ્યશાળી પણ અષ્ટ મહાસિદ્ધિ અને નવનિધિની વાંછા કરે છે. ઉત્કૃષ્ટ પુણ્યરાશિ એકત્ર થાય ત્યારે નવ નિધાનની પ્રાપ્તિ થાય છે. આ નિધાને એવા છે કે તેને કદાપિ કાળે ક્ષય થતું નથી. નવ નિધાનેનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે
૧. નૈસર્ગનિધાન–થી છાવણી, શહેર, ગ્રામ, ખાણ, દ્રોણમુખ, મંડપ અને પત્તન વિગેરેનું નિર્માણ થાય છે.
૨. પાંડુકનિધાન–થી માન, ઉન્માન અને પ્રમાણ એ સર્વનું ગણિત તથા ધાન્ય અને બીજનો સંભવ થાય છે.
૩. પિંગલનિધાન થી નર, નારી, હાથી અને ઘડાઓના સર્વ જાતિનાં આભૂષણોને વિધિ જાણી શકાય છે.
૪. કાળનધાન–થી વર્તમાન, ભૂત અને ભવિષ્ય કાળનું જ્ઞાન, કૃષિ વિગેરે કર્મ અને અન્ય શિલ્પાદિકનું જ્ઞાન થાય છે. '
૫. મહાકાળનિધાન–થી પરવાળા, રૂપું,