________________
૩૨૪
તપોરત્ન રત્નાકર
-
સુવર્ણ, મુક્તાફળ, લેતું તથા હાદિક ધાતુઓની ખાણ ઉત્પન્ન થાય છે.
૬. માણવનિધાન–શી દ્ધા, આયુધ અને કવચની સંપત્તિઓ તથા સર્વ પ્રકારની યુદ્ધનીતિ અને દંડનીતિ પ્રગટ થાય છે.
૭. સર્વરત્નકનિધાન–થી ચકરત્ન વિગેરે સાત એકેન્દ્રિય અને સાત પચંદ્રિય રત્ન ઉત્પન્ન થાય છે.
૮. મહાપઘનિધાન–થી સર્વ પ્રકારનાં શુદ્ધ અને રંગીન વસ્ત્રો નિષ્પન્ન થાય છે.
૯. શંખનિધાન–થી ચાર પ્રકારના કાવ્યની સિદ્ધિ, નાદ્યનાટકની વિધિ અને સર્વ પ્રકારના વાજિંત્ર નિષ્પન્ન થાય છે.
આ મહાનિધિઓ ગંગા નદીના મુખમાં ભાગ તીર્થમાં રહે છે. આ નિધિઓ આઠ ચક ઉપર પ્રતિષ્ઠિત થયેલા હોય છે. આઠ યેજન ઊંચા, નવ જન વિસ્તારમાં અને દશ જનની લંબાઈવાળા હોય છે. આ નિધાનના મુખ વૈડૂર્ય મણિના બારણાથી આચ્છાદિત કરેલાં હોય છે. આ નિધાનની જેવા જ નામવાળા, પપમના આયુષવાળા નાગકુમાર નિકાયના દેવ તેના અધિષ્ઠાયક હોય છે.
નવનિધાનની પ્રાપ્તિ થાય તે માટે આ તપ અવશ્ય કરણીય છે. ]