________________
૩૧૨
તપોરન રત્નાકર
આયુષ્ય પૂર્ણ કરી આર્યા ચંદનબાળા નિર્વાણ પામ્યા. ચંદનબાળાની જેવા તપ-ત્યાગ ને શિયળને પ્રાપ્ત કરવા માટે તેને “અડ્રેમ કરે જરૂરી છે.]
આ તપ કાર્તિક વદ ૧૦ થી વૈશાખ સુદી ૧૦ સુધીમાં અથવા પર્યુષણમાં અથવા કઈ પણ દિવસે કરવામાં આવે છે. તેમાં માત્ર એક અઠ્ઠમ કરી ચોથે દિવસે પારણે મુનિને અડદના બાકળાનું દાન દઈ પિતે પણ તેનું જ પારણું કરવું. પચ્ચખાણ આંબિલનું કરવું તથા ઠામ ચઉવિહાર કરે.
મા વીરસવામિનાથાય નમઃ” એ પદનું ગરણું વીશ નવકારવાળીનું ગણવું. સાથીયા વિગેરે બાર બાર કરવા.
વિશેષ વિધિ-શ્રી ચંદનબાલાના તપને પારણે રૂપની સુપડીને ખૂણે અડદના બાકળા ભરીને વહેરાવે, તે સાથે રૂપા–નાણાંથી ગુરુપૂજન કરે. પગમાં તથા હાથમાં સૂતરની અથવા રેશમની ફાલકીની આંટી નાંખી મુનિને દાન આપે.
૧૧૨. છનુ જિનની ઓળી તપ [ ભરતક્ષેત્રને આશ્રયીને ભૂત, ભવિષ્ય ને વર્તમાનએ ત્રણે કાળની વીશીના તેર તીર્થ કરે, મહાવિદેહક્ષેત્રને આશ્રયીને વીશ વિહરમાન તીર્થકરે અને ચાર શાધતાં જિન-ઋષભ, ચંદ્રાનન, વારિષણ ને વર્ધમાન-એ પ્રમાણે છનું તીર્થંકર પરમાત્માને આશ્રયીને આ તપ કરાય છે.]