________________
૩૧૬
તપોરત્ન રત્નાકર
અનંતગુણ પરમાત્માના ગુણ કેવી રીતે ગાઈ શકું ? અહીં માત્ર સંક્ષિપ્ત પ્રકારે પરમાત્માના નેવું ગુણની ગણના કરી તે પ્રમાણે તપ કરવાની મર્યાદા દર્શાવી છે.
અરિહંત પરમાત્માને મૂળથી-જન્મથી ચાર અતિશય હોય છે, કર્મક્ષયથી અગિયાર ઉદ્દભવે છે અને દેવકૃત ઓગણીશ અતિશય હોય છે. આ પ્રમાણે ૩૪ અતિશય જિનેશ્વર ભગવંતના હોય છે.
વીશ પ્રકારે તીર્થકરનામકર્મ ઉપાર્જન થાય છે, તેને લગતું વર્ણન આપણે તપ નં. ૮૯ માં વાંચી ગયા છીએ.
ચ્યવનાદિક પાંચ કલ્યાણક સંબંધી પણ સંક્ષિપ્ત વર્ણન તપ નં. ૫૫ તેમજ તપ નં. પ૮ માં આલેખાઈ ગયું છે. સિદ્ધભગવંતના એકત્રીશ ગુણ હોય છે. આ પ્રમાણે ૩૪+ર૦૫+૩૧=૯૦ નેવું ઉપવાસે આ તપ પૂર્ણ થાય છે.
ચેત્રીશ અતિશયને લગતું વર્ણન નીચે પ્રમાણે છે –
અતિશય એટલે પ્રભાવસૂચક લક્ષણ. તેને લગતું વિસ્તૃત વર્ણન શ્રી સમવાયાંગ સૂત્રના ચિત્રીશમ સૂત્રમાં આપવામાં આવેલ છે.
જન્મથી જ પ્રગટ થનારા ચાર અતિશ– ૧. લેકોત્તર અભૂત સ્વરૂપવાન દેહ, ૨ સુગંધી શ્વાસેપ્શવાસ, ૩. દૂધની માફક માંસ તેમજ રુધિરનું
તપણું, ૪ ચર્મચક્ષુઓવાળાનું આહાર તેમજ નિહાર માટે અદશ્યપણું.