________________
उ२०
તપોરત્ન રત્નાકર પ્રથમ એક અઠ્ઠમ કરી પારણે લાપસીનું એકાસણું કરવું, ઠામ ચેવિહાર કરે. બીજા અઠ્ઠમને પારણે ઘઉંના રોટલાનું એકાસણું, ત્રીજા અઠ્ઠમને પારણે દૂધ ચેખાની ખીરનું એકાસણું, ચોથે માન મૂકી પરઘર જઈ એકાસણું કરવું. પાંચમે પારકે ઘેર જઈ તે કહે કે પારણું કરો તે પારણું કરવું, છઠું બે વાટકા-એકમાં ઘી તથા એકમાં પાણી ભરી ઢાંકવા, પછી અજાણ્યા માણસ પાસે ઉઘડાવવા. ઘીને ઊઘડે તે એકાસણું અને પાણીને ઉઘડે તે આંબિલ કરવું. સાતમા અઠ્ઠમને પારણે છે ઘર બીજાના અને એક ઘર પિતાનું એમ સાત ઘરમાંથી કોઈપણ ઠેકાણે પારણું કરવું. આઠમે પારણે. ચંદનબાળાની જેમ અડદના બાકળાનું મુનિને દાન કરી પિતે તેનું જ પારણું કરવું. નવમે પારણે રોટલી ખાવી. (પણ ઉની રઈ ખાવી નહીં). અગિયારમે દ્રાક્ષ, ખારેક વિગેરે મે ખાર (અભક્ષ્ય મેવે ખાવે નહીં.) બારમે ધેયેલી ખાંડ વિગેરેનું પાણી પીવું. તેરમે પારણે દહીં, ખાંડ ખાવું. (બધાં પારણાં એકાસણાંના જ જાણવા.) આ તપનું નામ “છૂટા અઠ્ઠમ” પણ કહેવાય છે. કુલ ૧૩ અઠ્ઠમ ને ૧૩ પારણું મળી બાવન દિવસે આ તપ પૂર્ણ થાય છે. સાથિયા વિગેરે આઠ આઠ કરવા. ગરણું નીચે પ્રમાણે વીશ નવકારવાળીનું ગણવું.
૧. પરઘર એટલે પોતાના સંબંધીનું જાણવું, પણ જેને તેને ત્યાં ન સમજવું.
૨. ફાલ્ગન માસ પછી દ્રાક્ષાદિ મેવો અભક્ષ્ય છે. માટે તેવા વખતમાં અમને પારણે આંબિલ કરે તો પણ ચાલે.