________________
ચંદનબાળા તપ
૩૧.
પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ચંદનાએ તેમની પાસે દીક્ષા લીધી. પ્રભુ મહાવીરની એ જ પ્રથમ સાધ્વી -શિષ્યા. તેઓ ભગવંત મહાવીરની છત્રીસ હજાર સાધ્વીના વડેરા બન્યા.
કાળકમે મૃગાવતીએ પણ દીક્ષા લીધી અને ચંદનબાળાની શિષ્યા થયા. એકદા સૂર્ય ને ચંદ્ર મૂળ વિમાને વીરભુને વાંદવા તેમના સમવસરણમાં આવ્યા. તેમની હાજરીમાં સૂર્યાસ્ત થવાને ખ્યાલ સાધ્વીશ્રી મૃગાવતીને ન રહ્યો. સૂર્ય, ચંદ્રના ચાલ્યા જવા બાદ રાત્રિ સમયે મૃગાવની સાથ્વી ઉપાશ્રયે આવ્યા એટલે મુખ્ય પ્રવતિની ચંદનાએ, રાત્રિએ આવવા સંબંધી મૃગાવતીને ઉપાલંભ આપે. સાધ્વી મૃગાવતીશ્રીને પોતાની ભૂલ સમજાઈ અને તે સંબંધી આલેચના કરતાં કરતાં તેમને કેવળજ્ઞાન થયું. રાત્રિ સમયે ચંદનબાળા સૂતા હતા તેવામાં તેના સમીપ ભાગમાંથી એક કૃષ્ણ સર્પને જતે જોઈ મૃગાવતીએ સાધ્વી ચંદનાને હાથ જરા ખસે એટલે અલ્પ નિદ્રાવાળા આર્યા ચંદના જાગી ગયા. હાથ ખસેડવાનું કારણ પૂછતાં મૃગાવતીએ કૃષ્ણ સર્પનું આગમન જણાવ્યું. ચંદનાએ પૂછયું કે–આવી ગાઢ શ્યામ રાત્રિમાં તમે કૃષ્ણ સપને કેવી રીતે જે ? મૃગાવતીએ જણાવ્યું કે આપના પસાયથી. એટલે ચંદનબાળાએ પુનઃ પૂછયું કે-શું આપને કેવળજ્ઞાન થયું છે ? મૃગાવતીએ નમ્રભાવે હા કહી એટલે ચંદનબાળાને થયું કે–મેં કેવળીની આશાતના કરી છે. તેઓ તેમને વિનયભાવે ખમાવવા લાગ્યા. શુભ ભાવથી ખમાવતાં ખમાવતાં આર્યા ચંદનાને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ધન્ય છે આવી ક્ષમાપનાને !