________________
૨૭૨
તપોવન રત્નાકર
કરાવ્યો અને પિતાની પુત્રી સીતા તેમને આપવાને માનસિક સંકલ્પ કર્યો. બાદ રામ તથા લક્ષ્મણ પોતાની રાજધાની અયોધ્યા ચાલ્યા ગયા.
એકદા નારદમુનિ મિથિલાના અંતઃપુરમાં આવી ચઢયા. તેમની ભયાનક આકૃતિ જોઈને સીતા ડરી ગઈ અને કોલાહલ કરવા લાગી એટલે તેની સખીઓએ આવીને નારદને તિરસ્કારપૂર્વક બહાર કાઢયા. નારદે આ પ્રસંગનું વેર વાળવાને નિર્ણય કર્યો. તેણે સીતાની રમ્ય છબી ચિતરી. ભામંડલને બતાવી. ભામંડલ કામાસક્ત બને અને પોતાના પાલક પિતા ચંદ્રગતિને વાત કરી. ચંદ્રગતિ વિદ્યાધરે સીતાનું માગું કરવા પિતાને દૂત જનક રાજા પાસે મોકલ્યા. જનકની સ્થિતિ મુંઝવણભરી બની ગઈ. પિતાની ઈચ્છા રામને પરણાવવાની હતી અને બીજી બાજુ વિદ્યાધરનું કહેણ હતું. તેમણે સ્વયંવર રચવાને મનસૂબે કર્યો અને જાહેર કર્યું કે-જે કોઈ દેવાધિષ્ઠિત “વજાવત” નામના ધનુષ્યને નમાવશે તેને સીતા વરશે.
સ્વયંવર પ્રસંગે અનેક દેશના રાજા, રાજપુત્રે આવ્યા પરંતુ એક રામ સિવાય કઈ પણ ધનુષ ચઢાવી શક્યું નહીં. રામને વિજય થયું અને સીતાએ તેને વરમાળા પહેરાવી. આ બનાવથી ભામંડલ અતિ દુઃખી બન્યું અને પિતાના નગરે પાછા વળતાં માર્ગમાં તેને આકાશવાણી સંભળાણી કે સીતા તારી બહેન છે. તમે બંને ભાઈ બહેન છે ? જન્મતાં જ તારું અપહરણ કરવામાં આવેલ. આ અદેય વાણી સાંભળીને ભામંડલને પિતાના વર્તન માટે