________________
૨૮૧
મૌન એકાદશી તપ પકડાઈ જવાનો કશે ભય નથી. તેઓએ હવેલીની સારસાર વસ્તુઓના પોટલા બાંધ્યા, શેઠ ચોરોને જુએ છે, આભૂણાના પોટલા બાંધતા પણ નીહાળે છે, છતાં મનમાં અંશમાત્ર દ્વિધાભાવ ન લાવતાં ધર્મક્રિયામાં જ મગ્ન રહે છે.
ચરે મીક્ત લઇને હવેલી બહાર નીકળતાં જ ઓચીંતા ઓસરી પર ચૂંટી ગયા ન હલે કે ચલે. જાણે કેઈએ તંભિત કરી દીધા હોય તેમ ચિત્રમાં આલેખેલ પૂતળાની માફક, માથે પોટલાં રહી ગયા છે તેવી સ્થિતિમાં સ્થિર થઈ ગયા. પ્રાતઃકાળ થતાં જ શેઠે પૌષધ પાર્યો. સર્વ જિનમંદિર દર્શન કરવા ચાલ્યા ગયા. આ બાજુ ચોરેને વિચિત્ર સ્થિતિમાં જોતાં જ નગરજનોએ કોલાહલ કરી મૂક્યું. કેટવાળ વિગેરે ચોકીદારે પણ આવી પહોંચ્યા. તેઓ પણ શેઠની હવેલી પાસે આવતાં જ જાણે તંભિત થઈ ગયા.
શેડ પિતાનું જિનમંદિર-દર્શનાદિ કાર્ય પતાવી હવેલીએ આવ્યા. આ બાજુ રાજા પણ આ બનાવ સાંભળી શેઠની હવેલીએ આવ્યા. શેઠે રાજાનું બહુમાન કર્યું એટલે રાજાએ વરદાન માગવા જણાવ્યું. સુવ્રત શેઠે ચેરેને કવિતદાન આપવાનું માગી લીધું.
શાસનદેવીએ ચેરેને મુક્ત કર્યા. ચેરો પણ આ બનાવથી ઘણુ જ શરમાઈ ગયા. હજારે ઉપદેશ જે કામ ન કરી શકત તે કામ આ એક જ પ્રસંગે કર્યું. ચેર લેકેએ ત્યારથી જીવનપર્યત ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી.