________________
૨૮૮
તરત્ન રત્નાકર
તપ કરે. પછી અરનાથવામીના વારામાં બાર કરોડ મુનિએ સિદ્ધિપદને પામ્યા છે, તેથી તેમને આશ્રયીને પ્રથમ એક ઉપવાસ કરીને પછી દશ એકાસણી કરવા, પછી એક છેલ્લો ઉપવાસ કરી પારણે એકાસણું કરવું. તેથી પારણુ સહિત તેર દિવસે આ તપ પૂરો થાય છે. શ્રી મલ્લિનાથજીના વારામાં છ કરેડ મુનિએ મોક્ષે ગયા તેથી તેમને આશ્રયીને પહેલે ઉપવાસ, પછી ચાર એકાસણ, પછી એક ઉપવાસ કરીને પારણે એકાસણું કરવું. કુલ સાત દિવસે આ તપ પૂરે થાય છે. શ્રી મુનિસુવ્રત સ્વામીના વારામાં ત્રણ કરોડ મુનિએ સિદ્ધિપદ પામ્યા છે, તેથી તેમને આશ્રયીને પ્રથમ ઉપવાસ, પછી એકાસણું અને પછી ઉપવાસ કરી પારણે એકાસણું કરવું. એમ કુલ ચાર દિવસે આ તપ પૂર્ણ થાય છે. શ્રી નમિનાથજીના વારામાં એક કરેડ મુનિ સિદ્ધ થયા, તેથી તેમને આશ્રયીને એક ઉપવાસ કરવો. પારણે એકાસણું કરવું
ઉદ્યાપને દેવ પાસે દશ સાથીયા અક્ષતના કરવા. દશ દીવા ઘીના મૂકવા, દશ પુષ્પમાળા પ્રભુના કંઠમાં પહેરાવવી, અષ્ટપ્રકારી પૂજા ભણાવવી. તંડુલ (ખા) સવાશેર પ્રભુ પાસે હેકવા. “ હૈ નમો સિદ્વાણું” એ પદનું ગરણું, નવકારવાળી વીશનું ગણવું. દશ લેગસને કાઉસ્સગ કરે, પ્રદક્ષિણા દશ, ખમાસમણાં દશ દેવા, જાવીયરાય પર્યત ચૈિત્યવંદન કરવું. ખમાસમણ આ પ્રમાણે દેવા.