________________
પીસ્તાલીશ આગમ તપ
૧૦૮. પીસ્તાલીશ આગમ તપ
(પંન્યાસ કાજીની તપાવલ) [ સૂર્યને અસ્ત થતાં પ્રકાશ માટે જેમ દીપક પ્રગટાવવામાં આવે છે તેમ કેવળજ્ઞાનરૂપી સૂર્ય અસ્ત પામતા પાંચમા આરામાં આગમરૂપ દીપકને ઉદ્યોત સ્વ–પર ઉપકારક છે.
શ્રી વીર પરમાત્માના અગિયાર ગણધર પૈકી પાંચમા શ્રી સુધર્માસ્વામીએ પણ દ્વાદશાંગીની રચના કરી હતી, જે અત્યારે પ્રચલિત છે. પ્રથમ તીર્થકર શ્રી રાષભદેવ સ્વામીએ જેને અર્થરૂપે વર્ણવ્યાં હતાં એવા આગમે અનેક હતા, પરંતુ અવસર્પિણી કાળના વશવર્તીપણાથી અત્યારે પિસ્તાલીશ આગમ રૂઢ છે. પીસ્તાલીડ આગમની સંખ્યા પ્રકાર નીચે પ્રમાણે છે.
અગિયાર અંગ, બાર ઉપાંગ, દશ પન્ના, છ છેદસૂત્ર, ચાર મૂળસૂત્ર, તેમ જ નંદીસૂત્ર અને અનુગદ્વારસૂત્ર.
પીસ્તાલીશે આગમનું વર્ણન આલેખતાં વિશેષ પ્રમાણ થઈ જાય પરંતુ સામાન્ય સમજ માટે તેનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે.
અગિયાર અંગ ૧. આચારાંગ-શ્રાવકે તેમજ મુનિઓના આચારનું વર્ણન છે. ખાસ કરીને પાંચ પ્રકારના જ્ઞાનાચારાદિનું વર્ણન છે. આ સૂત્રના બે શ્રુતસ્કંધ (મુખ્ય વિભાગ) છે અને