________________
ચતુર્ગતિનિવારણ તપ
૩૦૧ ૧. નરક-રત્નપ્રભા વિગેરે સાત નરકભૂમિમાં રહેતા
નારક કહેવાય છે. આ જ પરસ્પર એકબીજાને અતિકષ્ટ આપે છે, તેમજ તીવ્ર કષાયવાળા મિથ્યાદષ્ટિ પરમધામિક દેવે પણ સ્વભાવથી આ નારક છેને અનેક પ્રકારનાં અતિદારુણ દુઃખ આપે છે.
૨. તિર્યચ-૧. જળમાં રહેનારા મગર, માછલાં વગેરે, ૨. સ્થળ પર વિચરનારા ચતુષ્પદ ગાય, હરણ, વિગેરે, ૩. સાપ વિગેરે પેટે ચાલનાર અને ૪. નેળીયા વિગેરે ભુજાથી ચાલનાર, તેમજ ૫ ખેચર–આકાશમાં ચાલનારા, પીછાની પાંખવાળા પિોપટ, મેર વિગેરે અને ચામડાની પાંખવાળા ચામાચીડીયા વિગેરે.
૩. મનુષ્ય-કમર્ભુમિ, અકર્મભૂમિ અને અંતદ્વીપમાં રહેનારા. કર્મભૂમિ ૫ ભરત, ૫ એરવત અને ૫ મહાવિદેહ કુલ પંદર છે. ૫ હિમવંત, ૫ હિરણ્યવંત, ૫ હરિવર્ષ, ૫ રમ્યક, ૫ દેવકુરુ અને ૫ ઉત્તરકુરુ-એ ૩૦ અકર્મભૂમિ છે. જે ભૂમિમાં કૃષિ વિગેરે કર્મો ન થાય તે અકર્મભૂમિ કહેવાય, આ અકર્મભૂમિમાં યુગલિક મનુષ્ય જ વસે છે.
હિમાવાન અને શિખરી એ બે પર્વતની પૂર્વે અને પશ્ચિમે બે-બે છેડાઓ ગજદંતને આકારે લવણસમુદ્રમાં દૂર ગયેલ છે. તે એક એક છેડા પર સાત સાત અંતદ્વીપ છે. તે. છપ્પન અંતદ્વીપમાં પણ યુગલિક મનુષ્ય વસે છે.