________________
૨૯૫
પીસ્તાલીશ આગમ ત૫
૪. પન્નવણુ-૩૬ પદ (વિભાગ) છે.
૫. જંબદ્વીપપ્રજ્ઞપ્તિ-જંબુદ્વીપને લગતે વિરતૃત અધિકાર છે.
૬. સર્યપ્રજ્ઞપ્તિ-સૂર્યમંડળ અને ગ્રહોના ચારપરિભ્રમણની હકીકત છે.
૭. ચંદ્રપ્રજ્ઞપ્તિ-ચંદ્ર તેમજ તિષચકને લગતું વર્ણન છે.
૮. નિરયાવલિ-દેવાદિકનો અધિકાર છે. તેને પાંચ અધ્યયન છે. તેમાં એક અધ્યયનમાં નરકે જનાર નું વર્ણન છે. આ ઉપાંગનું બીજું નામ કપિયા છે, ( ૯ કલ્પવંસિયા, ૧૦ પુક્યિા , ૧૧ પુડુશુલિયા અને ૧૨ વહિનદશા-આ દરેકમાં દશ દશ અધ્યયન છે.
દશ પન્ના શ્રી વીરભગવંતના ચૌદ હજાર મુનિવરેએ ચૌદ હજાર પયના રચ્યા હતા તે સિવાય અન્ય મુનિવરેએ પણ પન્નાની રચના કરી છે. વર્તમાનકાળે પણ લગભગ ત્રીશેક પન્ના ઉપલબ્ધ થાય છે તેમાંથી ઘણે ભાગે અંતસમયની આરાધનાને લગતા દશ પન્નાની પીસ્તાલીશ આગમમાં ગણના કરવામાં આવી છે.
૧. ચઉસરણ–પરમાત્માના શરણને અધિકાર છે. ગાથા ૬૩ છે.