________________
તારના રત્નાકર વર્ણવાળું છે પણ દૂધ સમાન નથી. ચાર શેર દૂધ ઉકાળીને ત્રણ શેર જેટલું બાળી નાખી જે એક શેર બાકી રહે તેમાં શર્કરા નાખતાં જે સ્વાદ આવે તેવી મીઠાશવાળું આ પાણી છે. સામાન્ય રીતે કહીએ તે એમ કહી શકાય કે–ચક્રવતીની ગાયના દૂધ કરતાં પણ અધિક મીઠાશવાળું આ પાણી છે અને તેથી જ દેવાધિદેવ તીર્થકર ભગવંતના જન્માભિષેક સમયે આ પવિત્ર પાણી વપરાય છે.
દ્વીપ-સમુદ્રો વામય જગતીથી રક્ષિત છે. તે જગતી મૂળમાં બાર એજન, મધ્યભાગે આઠ યેાજન અને શિખર પર ચાર જન પહોળી હોય છે. એકંદરે આઠ યેજન ઊંચી હોય છે. આ જગતી ઉપર વિવિધ જાતિના રત્નોથી સુશોભિત પદ્મવર વેદિકા બે ગાઉ ઊંચી અને ૫૦૦ ધનુષ્યના વિસ્તારવાળી હોય છે. તે વેદિકાની બંને બાજુ મનહર અને રમ્ય વનપ્રદેશે આવેલાં છે, જે વનખંડમાં વ્યંતર દેવ-દેવીઓ વિવિધ પ્રકારની કીડા કરે છે.
આ જગતીના મધ્ય ભાગમાં ચારે બાજુ ફરતા વેદિકાના પ્રમાણુવાળા ઝરુખા હોય છે. તે ઝરૂખામાં બેસીને વ્યંતર દેવ-દેવીઓ સમુદ્રની લહરીઓ અને વિવિધ દ જોઈ આનંદ પામે છે.
આ ક્ષીરસાગરના પાણી જેવી મીઠાશ આપણામાં આવે તે માટે આ “ક્ષીરસમુદ્રને તપ કરવામાં આવે છે. બહેનમાં આ તપ વિશેષ પ્રચલિત છે અને પ્રાયઃ પર્યુષણના દિવસોમાં આ તપ વિશેષે કરીને કરવામાં આવે છે. ]