________________
ક્ષીરસમુદ્ર તપ
૨૮૫ બને મળી ૧૪ દિવસે આ તપ પૂર્ણ થાય છે. “નમે સિદ્ધાણ” એ પદનું ઝરણું વીશ નવકારવાળી ગણવું. સાથીયા વિગેરે આઠ આઠ કરવા. ઉદ્યાપનમાં નવ મુક્તાફળ મૂકી જ્ઞાનભકિત કરવી.
બીજી રીત (પ્રત નં. ૩) અથવા પ્રથમ એક છઠ્ઠ કરે, પછી પારણું કરવું. પછી એકાંતર પારણુવાળા સાત ઉપવાસ કરવા, પછી એક અઠ્ઠમ કરે. પછી પારણું કરી સાત ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા. પછી છેવટ એક છડું કરે. એ રીતે એકવીશ ઉપવાસ અને સોળ પારણુએ આ તપ પૂર્ણ થાય છે. બીજું સર્વ ઉપર પ્રમાણે જાણવું.
૧૦૩ ક્ષીરસમુદ્ર તપ [ મનુષ્યક્ષેત્રનું જે પ્રમાણ અઢી દ્વીપનું ગણાય છે તેની બહાર આ ક્ષીરસમુદ્ર આવેલ છે. તીસ્કલેકમાં જે અસંખ્ય દ્વીપ–સમુદ્રો આવેલાં છે તે પૈકી ક્ષીરવર સમુદ્ર પાંચમે છે. જંબુદ્વીપની ફરતે (૧) લવણ સમુદ્ર, ધાતકીખંડ ફરતે (૨) કાળદધિ, પુષ્કરદ્વીપ ફરતે (૩) પુષ્કરવર સમુદ્ર, વારુણીવર દ્વિીપ ફરતે (૪) વારુણીવર સમુદ્ર અને ક્ષીરવર દ્વિીપ કરતે (૫) ક્ષરવર સમુદ્ર આવેલ છે.
આ સમુદ્રનું પાણી ક્ષીર-દૂધ જેવા વર્ણવાળું હોવાથી તેને ક્ષીરસાગર કહેવામાં આવે છે. આ પાણુ ક્ષીર જેવા