________________
૨૮૦
તપોવન રત્નાકર
પણ મળેલી લક્ષ્મીને છૂટે હાથે સદ્વ્યય કરવા લાગ્યા. વ્યવહારમાં પણ એક જાળવવા લાગ્યા એટલે “સત્યવાદી” તરીકે પણ તેમની નામના પ્રસરી. રાજાએ તેમનું બહુમાન કરી “નગરશેઠ”ની પદવીની નવાજેશ કરી.
એકાદ તે નગરમાં શ્રી ધર્મઘોષ નામના સૂરિપંગવ પધાર્યા. તેમની પાસે મૌન એકાદશીનું માહાસ્ય સાંભળતાં સાંભળતાં સુવ્રત શ્રેષ્ઠીને મૂછ આવી ગઈ. મૂર્છા વળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું અને પૂર્વભવમાં પોતે કરેલ મોન એકાદશીનું આરાધન નજર સામે તરવરવા લાગ્યું.
અમૂલ્ય રત્નની કિંમત સમજાય, પછી તેનું કેટલી કાળજીપૂર્વક જતન કરવામાં આવે છે? મૌન એકાદશીના આરાધનથી જ આ બધી સુખ-સાહ્યબી ને કીર્તિપ્રશંસા પ્રાપ્ત થયેલ તે જાણ્યા પછી તે સુવત શ્રેષ્ઠીએ સહકુટુંબ મૌન એકાદશીની ઉત્કૃષ્ટ રીતે આરાધના શરૂ કરી. રાત્રિદિવસને પૌષધ ગ્રહણ કરી, મૌન પાળી ધર્માચરણ કરવા લાગ્યાં.
સુવ્રત શ્રેષ્ઠીના મૌન એકાદશીના આરાધનાથી લોકો પર પણ સુંદર છાપ પડી. લેકે પણ મૌન એકાદશીનું સારી રીતે આરાધના કરવા લાગ્યા. ખરેખર કહ્યું છે કેगतानुगतिको लोकः ।
એકદા ચેરલેકએ રાત્રિના સમયે સુવ્રત શ્રેષ્ઠીની હવેલીમાં પ્રવેશ કર્યો. ચેર લોકેએ વિચાર્યું કે-ઘરના બધા માણસે પૌષધમાં છે અને મૌન સ્વીકારે છે એટલે આપણને