________________
૨૯૪
તપોરેન રત્નાકર મારે સંદેશે રામને જણાવજે કે–“સગર્ભ અવસ્થામાં માત્ર લેકાપવાદના ભયને ખાતર, ચકકસ પ્રકારની ખાતરી કર્યા વગર સીતાને ત્યાગ કરે તમને ઘટતું નથી.” સેનાની સીતાને વંદન કરી પાછા ચાલ્યા ગયે.
તેવામાં તે નિર્જન પ્રદેશમાં પુંડરીકપુરનો વાઘ રાજવી આવી ચઢ. સીતાને પોતાની બહેન ગણીને સ્વગરે લઈ ગયે. સીતાએ ત્યાં પુત્રયુગલને જન્મ આપ્યું, જેનાં લવ ને કુશ નામ પાડવામાં આવ્યા. રામને સેનાનીએ સીતાને સંદેશ સંભળાવ્યું. રામને પાછળથી પશ્ચાત્તાપ છે. તે પ્રદેશમાં પુનઃ તપાસ કરાવી, પણ સીતાને પત્તો ન મળે એટલે માની લીધું કે સીતા ભયાનય જંગલમાં હિંસક જનાવરને ભેગી બની ગઈ હશે.
લવ ને કુશ મહાપરાક્રમી થયા. અચાનક નારદ ત્યાં આવી ચડ્યા. તેણે લવ ને કુશને સમગ્ર હકીકત કહી સંભલાવી એટલે લવ ને કુશ સૈન્ય સહિત અધ્યા ઉપર ચઢાઈ કરવા ચાલી નીકળ્યા, રામ, લક્ષ્મણ તેમજ લવકુશના સૈન્ય વચ્ચે ભીષણ સંગ્રામ થા. વાસુદેવ લક્ષ્મણે છેવટે પિતાનું ચક્ર મૂછ્યું, પરંતુ તે પણ લવ ને કુશને પ્રદક્ષિણા આપીને પાછું ફર્યું. તેવામાં નારદ ત્યાં આવી ચડ્યા અને રામ-લક્ષ્મણને સઘળી હકીક્તને ઘટસ્ફોટ કર્યો. રામે આદર પૂર્વક સીતાને નગરમાં આવવા જણાવ્યું. સીતાએ જણાવ્યું કે-મારી શુદ્ધિની ખાત્રી કરાવ્યા સિવાય હું નગરપ્રવેશ નહીં કરું.