________________
કલંક નિવારણ તપ યાને સીતા તપ
૨૭૨ પશ્ચાત્તાપ થયો. તેણે પાછા ફરી પિતા જનક તથા બહેન સીતાની ક્ષમા યાચી.
રાજા દશરથ પાસે કેમેય એ વરદાન દ્વારા રામને વનવાસ મા. દંડકારણ્યમાં રાવણે સીતાનું અપહરણ કર્યું. રામે રાવણ સાથે યુદ્ધ કરી સીતાને પુનઃ પ્રાપ્ત કરી. સીતા સગર્ભા બની. તેના દેહદો મે પૂર્ણ કર્યા, તેવામાં સીતાનું દક્ષિણ નેત્ર ફરકયું. તેને અમંગળની આશંકા થવા લાગી. તેની શાંતિ માટે અનેક પ્રકારનાં શુભ કાર્યો કર્યા. તેવામાં એક અકસ્માત્ જે પ્રસંગ બની ગયે.
નગરચર્ચા જોવા માટે ફરતા રામને કાને એ વાત અથડાણ કે-“સીતા રાવણને ત્યાં છ મહિના રહેવા છતાં રામે શુદ્ધિ કર્યા વિના તેને પાછી આણી તે ઉચિત ન કર્યું.” આ લોકાપવાદ સાંભળીને રામને ઘણું લાગી આવ્યું. તેણે લક્ષ્મણને આ હકીકત જણાવી. લક્ષ્મણે તેવી વાત પર ધ્યાન ન આપવા જણાવ્યું છતાં “લેક વિરુદ્ધને ત્યાગ” કરે જોઈએ એ હકીકત પર રામ મુસ્તાક રહ્યા અને પિતાના સેનાનીને બોલાવીને સૂચના કરી કે—કેઈ ન જાણે તેમ સીતાને એકાંત પ્રદેશમાં ત્યાગ કરે. સેનાનીએ હુકમ માથે ચઢાવ્યું અને તીર્થયાત્રાના બહાને સીતાને નિજન વનમાં લઈ જઈ રામને આદેશ સીતાને જણાવ્યું. આવી દારુણ હકીકત સાંભળતા જ સીતાને મૂર્છા આવી ગઈ, પછી અલ્પ સમયે સ્વસ્થ થઈ સીતાએ સેનાનીને કહ્યું કે
ત–૧૮