________________
મૌન એકાદશી તપ
૨૭૭ કાંતુલા તપ કહેવાય છે. તે તપમાં પ્રથમ બે ઉપવાસ પછી એકાસણું, પછી સાત ઉપવાસ એકાસણાને આંતરે કરવા. પછી એક અઠ્ઠમ (ત્રણ લાગઠ ઉપવાસ) પછી એકાસણું, પછી એકાંતરે સાત ઉપવાસ એકાસણાવાળા કરવા, પછી એક છઠ્ઠ (બે ઉપવાસ) કરે, પછી એકાસણું કરવું. આવી રીતે કુલ દિન ૩૮ થાય. આ તપના ઉદ્યાપનમાં શ્રી કષભદેવજીને મતીને હાર ચઢાવે. ગરણું “શ્રી બાષભનાથાય નમઃ” નવકારવાળી ૨૦, સાથીયા, ખમાસમણ વિગેરે ૧૨-૧૨ જાણવા.
૧૦૧. મન એકાદશી તપ [બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ ભગવંતને શ્રીકૃષ્ણ વાસુદેવે એકદા પૃછા કરી કે હે ભગવંત! વર્ષમાં ઉત્તમ દિવને કરે? હું સંયમ લઈ શકું તેમ નથી તેમજ બીજા વ્રત-અનુષ્ઠાન આચરી શકું તેમ નથી તે કૃપા કરીને એક એ દિવસ દર્શાવે, જેના આરાધનથી હું કૃતકૃત્ય થઈ શકું.
ભગવંતશ્રી નેમિનાથે શ્રી કૃષ્ણને જણાવ્યું કે-માગશર શુદિ અગિયારશ-મૌન એકાદશીને દિવસ સર્વોત્તમ છે. તે દિવસે મનનું પાલન કરવું અને ઉપવાસ સહિત પૌષધ વ્રત ગ્રહણ કરી, ધર્માચરણ કરવું. તે દિવસે જિનેશ્વર ભગવંતેના દોઢસો કલ્યાણક થયા છે, તેથી તે દિવસની તુલના થઈ શકે તેમ નથી.