________________
૨૭૦
તપોરત્ન રત્નાકર
વર્તમાન ચાવીશના તીર્થંકર ભગવંતાની દેહપ્રમાણ જે રીતે મૂર્તિઓ સ્થાપિત કરી તેનો ક્રમ સૂચવવામાં
આવ્યો છેઃ—
દક્ષિણ દિશામાં શ્રી ઋષભજિનથી અભિન દસ્વામી પર્યંત ચાર, પશ્ચિમ દિશામાં સુમતિનાથથી વાસુપૂજ્યસ્વામી પંત આઠે,
ઉત્તર દિશામાં શ્રી વિમલનાથથી શ્રી નેમિનાથ પ ́ત દેશ
પૂર્વ દિશામાં શ્રી પાર્શ્વનાથ તેમજ શ્રી મહાવીરસ્વામી એ—
સમસ્ત જૈન તીર્થાંમાં અષ્ટાપદ તીર્થની મહત્તા ઘણી જ છે, કારણ કે યુગાદીશ શ્રી ઋષભદેવ ભગવંતનુ તે નિર્વાણુસ્થળ છે તેમજ પ્રથમ ચક્રવતી ભરત મહારાજાએ પણ એક માસનું અણુસણુ કરીને અષ્ટાપદ પર્યંત પર જ સિદ્ધિગતિને પ્રાપ્ત કરેલ છે.]
આ તપ અષ્ટાપદે રહેલા ચાવીશ તીર્થંકરની આરાધના માટે છે. તેમાં પ્રથમ ચાર ઉપવાસ, પછી આઠ ઉપવાસ, પછી દશ ઉપવાસ અને પછી બે ઉપવાસ એમ ચેાવીશ ઉપવાસ કરવા. (દૃશ કર્યાં પછી તરત જ એ ઉપવાસ કરવા, તેમાં પારણાના દિવસનું જ આંતરુ' આવવુ જોઇએ એવી પ્રવૃત્તિ છે.) શ્રી અષ્ટાપદ્મતીર્થાય નમઃ” એ પટ્ટની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે ચાવીશ ચાવીશ કરવા.