________________
ચત્તારિ અઠ દસ દય તપ
૨૬૯ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય કર્મને સર્વથા ક્ષય થવાથી આ પદ પ્રાપ્ત થાય છે. તેમને પૂર્ણ પુરુષ કે કેવળી તરીકે સંબોધવામાં આવે છે. કેવળી થયા પછી લેકના સંપૂર્ણ સ્વરૂપને જાણી શકે છે અને તે પછી જ પ્રવચન દ્વારા શ્રોતાઓ સમક્ષ સમસ્ત વિશ્વની તમામ ઘટનાઓ અને વ્યવસ્થાનું નિરૂપણ કરે છે. કેવળી ભગવત હસ્તામલકવતું કાલેકનું સ્વરૂપ જાણી-સમજી શકે છે અને તેથી જ તેઓ “સર્વ” તરીકે પ્રસિદ્ધિ પામે છે.]
આંબિલ નિરંતર દશ કરવા, ઉપર એક ઉપવાસ કરે. ઉજમણે મેદક અગિયાર, નાળીયેર અગિયાર તથા રૂમાલ એક પુસ્તક આગળ હેકવાં, શ્રી જિનની અષ્ટપ્રકારી પૂજા કરવી, ગુરુભક્તિ કરવી. ગરણું “નમે નાણસ” પદનું ગણવું. સાથીયા વિગેરે ૫૧ કરવા.
૯૮. ચારિ અઠ્ઠ દસ દેય તપ. (જૈ. પ્ર. વિગેરે)
[ ચાર, આઠ, દશ અને બકુલ ચવીશ તીર્થકરને અનુલક્ષીને આ તપ કરવામાં આવે છે. “સિદ્ધાણં બુદ્ધાણ ની પાંચમી ગાથામાં આ સંબંધી ઉલ્લેખ આવે છે.
ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત પર યાત્રા કરી, જે સિંહનિષદ્યા પ્રાસાદનું નિર્માણ કર્યું તેમાં પૂર્વાદિ દિશાઓમાં,