________________
અંબા તપ
૧૯૭
પ્રજવલિત થયે અને યાતદ્રા બેલવા લાગી. પરંતુ અંબિકા પર તેની કશી અસર ન થઈ એટલે તેની સાસુ પાસે જઈને વાતને વધારીને કહી. તેની સાસુ પણ ઊકળી ઉઠી. મારા જીવતાં ઘરમાં તારું શાસન કેમ ચાલે ? એવા મિથ્યા ઘમંડમાં આવી જઈ તેણે પણ જેમ તેમ બકવા માંડ્યું. તેવામાં સમભટ પણ બહારથી આવી ચઢ. તેણે પણ આ કજીયાકંકાસનું સ્વરૂપ જોયું. તેની માએ વાતને વિકૃતરૂપે કરી એટલે તેને પણ ગુસ્સો ચઢ. અને આવેશમાં ને આવેશમાં તેણે અંબિકાનો તિરસ્કાર કર્યો. પિતાનું ઘર છેડી ચાલ્યા જવાનું સોમભટે અંબિકાને ફરમાન કર્યું. આવા બનાવથી અંબિકા તે ડઘાઈ જ ગઈ પણ શ્રદ્ધાબળે પિતાના અંબર અને શબર નામના બે પુત્રોને લઈ ચાલી નીકળી.
ઘણો પંથ કાપ્યા બાદ તેણીને વિચાર ઉભા કેમેં મારી સાસુની કદી અવજ્ઞા કરી નથી, મારા સ્વામીની ભક્તિમાં કદી ઊણપ આવવા દીધી નથી, છતાં આ પ્રસંગ ઉપસ્થિત થયે તે જે ભાવભાવ. હવે સુશીલ સદ્ગુરૂનું શરણ સ્વીકારી, રૈવતાચલ પર જઈ, શ્રી નેમિનાથ ભગવંતનું ધ્યાન ધરી સ્વકલ્યાણ સાધીશ. આવી વિચારણા કરતાં એક પુત્રને કેડ ઉપર બેસાડીને તેમજ બીજાને આંગળીએ વળગાડીને તેણી ચાલવા લાગી.
ચાલતાં ચાલતાં માર્ગમાં ભયાનક જંગલ આવ્યું, છતાં તેણી હિંમતભેર આગળ વધી. ઊઘાડે પગે સખ્ત