________________
ગૌતમપડધા તપ
૨૧૯
પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રાપ્તિ અને શ્રી ભગવતીજી આ હકીકતનુ સમર્થન કરે છે. વિશેષ જાણવાના જિજ્ઞાસુએ “ ગણધરવાદ ” વાંચવા. ]
राका पंचदशसु स्वशक्तेरनुसारतः । तपः कार्य गौतमस्य पूजाकरणपूर्वकम् ॥ १ ॥
શ્રી ગૌતમરવાસીના પાત્રાને ઉદ્દેશીને આ તપ કરવામાં આવે છે, તેથી તેનુ' નામ ગૌતમ પદ્મડ (પડઘે!) કહેવાય છે. આ તપમાં દરેક પૂર્ણિમાએ યથાશક્તિ ઉપવાસ, એકાસણુ વિગેરે તપ કરવા. તથા શ્રી ગૌતમસ્વામીની મૂર્તિની પૂજા કરવી, એ રીતે પંદર પૂર્ણિમા સુધી તપ કરવા. ઉદ્યાને શ્રી ગૌતમસ્વામીની તથા શ્રી મહાવીરસ્વામીની મેટી સ્નાત્ર વિધિએ પૂજા કરવી. રૂપાનુ પાત્ર કરાવી તેમાં ખીર ભરી ઝોળી સહિત ગૌતમસ્વામીની તથા મહાવીરસ્વામીની મૂર્ત્તિ પાસે મૂકવુ. તથા કાષ્ઠમય પાત્રુ ખીર અને ઝોળી સહિત ગુરુને વહેારાવવું. સંઘવાત્સલ્ય, સઘપૂજા કરવી આ તપ કરવાથી વિવિધ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. આ શ્રાવકને કરવાના આગાઢ તપ છે.
બીજી રીતે કાન્તિક શુદી એકમને દિવસે ઉપવાસાદિક તપ કરીને ગૌતમસ્વામીની પૂજા વિગેરે ઉપર પ્રમાણે સ કરવુ. આ પ્રમાણે એક વર્ષ સુધી દરેક એકમને દિવસે કરવું. ઉદ્યાપન વિગેરે ઉપર પ્રમાણે કરવુ.