________________
લઘુનઘાવ તપ
૨૩.
ચાર એકાસણું કરવાં. ત્યાર પછી સર્વની આરાધના માટે એક ઉપવાસ કરે. આ રીતે ઉપવાસ બે, આંબિલ અગિયાર, એકાસણું બસ ને ચેસડ–એ સર્વ મળી ર૭૭ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉઘાપને દેરાસરમાં મોટી સ્નાત્રવિધિઓ પૂજા ભણાવવી. ધર્માગાર (ઉપાશ્રય)ને વિષે નંદ્યાવર્તની પૂજા પ્રતિષ્ઠાની વિધિ પ્રમાણે કરવી, સંધપૂજ, સંઘવાત્સલ્ય કરવું. આ તપ કરવાથી પરભવને વિષે તીર્થકર નામકર્મ ઉપાર્જન થાય છે, અને આ ભવે સર્વ બદ્ધિ તથા સર્વ દેવનું સાંનિધ્ય પ્રાપ્ત થાય છે. આ શાવકને કરવાને આગાઢ તપ છે.
૮૮. લઘુનંદ્યાવર્ત તા. लयोश्च नद्यावर्तस्य, तपः कार्य विशेषतः । तदाराधनसंख्यामिरुधापनमिहादिवत् ॥ १॥
નંદ્યાવર્તની આરાધના માટે જે તપ તે નંદ્યાવત તપ કહેવાય છે. તેમાં પ્રથમ નંદ્યાવર્ત આરાધના માટે એક ઉપવાસ કરે. પછી ધરણંદ્ર, અંબિકા, શ્રીદેવી અને ગૌતમસ્વામીને આશ્રયી ચાર આંબિલ કરવાં. પછી પાંચ પરમેષ્ઠી તથા રત્નત્રયની આરાધના માટે આઠ આંબિલ કરવાં. પછી સેળ વિદ્યાદેવીને આશ્રયીને સોળ એકાસણું, પછી વીશ શાસનાશિને આશ્રયીને વીશ એકાસણું, પછી દશ દિફપાલને આશ્રયીને દશ એકાસણાં, પછી નવ ગ્રહ તથા એક ક્ષેત્રપાલને આશ્રયીને દશ એકાસણ, પછી ચાર નિકાયના દેવને આશ્રયીને ચાર એકાસણું, ત્યારપછી સર્વની આરાધના માટે એક ઉપવાસ કરે. એ રીતે કરવાથી બે ઉપવાસ,