________________
૨૫૦
તપોરન રત્નાકર
૨૪, આહારક લબ્ધિ-આહારક શરીર બનાવવાની શક્તિ. આ લબ્ધિવડે ચૌદ પૂર્વધર મુનિ એક હસ્તપ્રમાણ શરીર બનાવી સૂકમ થતશંકા ટાળવા માટે અથવા તે શ્રી. જિનેશ્વર ભગવંતની સમવસરણ આદિ ત્રાદ્ધિ દેખવા માટે વિચરતા તીર્થંકર પરમાત્મા પાસે મોકલી શકે અને કાર્ય સમાપ્તિ થયે તે દેહનું વિસર્જન કરી શકે.
૨૫. શીતલેશ્યા લબ્ધિ-આ તેજલેશ્યા લબ્ધિથી વિપરીત લબ્ધિ છે. આ લઘિવડે બળતા જીવાદિ પદાર્થો જળના છંટકાવની માફક શાન્ત થઈ જાય છે.
વેકિય લબ્ધિ—ભવ્ય જીવ વિવિધ પ્રકારની ક્રિયાઓ. કરવાની શક્તિવાળું વૈયિ શરીર બનાવી શકે તે વૈક્રિય લબ્ધિ. તેના અનેક પ્રકારે છે, જેમકે (૧) અણુસ્વ. (૨) મહત્ત્વ (૩) લઘુત્વ (૪) ગુરુત્વ (૫) પ્રાત (૬) પ્રાકામ્ય (૭) ઇશિત્વ (૮) વશિત્વ (૯) અપ્રતિઘાતિત્વ (૧૦) અન્તર્ધાનત્વ (૧૧) કામરૂપિ વિગેરે.
(૧) અણુ જેવડું એટલે અત્યંત બારીક શરીર બનાવી શકાય. આવા સૂક્ષ્મ શરીરથી કમળની નાળના છિદ્રમાં પણ દાખલ થઈ શકાય અને ત્યાં રહીને ચક્રવતી જેવા ભેગા ભેગવી શકે. (૨) મેરુપર્વત એક લાખ યેજન ઊંચે છે અને દશ હજાર ૯૦ જન જાડો છે તેનાથી પણ મહત્ત્વ મેટું શરીર બનાવી શકે. (૩) વાયુથી પણ લઘુ-હલકું શરીર બનાવી શકે. (૪) વા કરતાં પણ અતિશય ભારે –વજનદાર શરીર બનાવી શકે. (૫) ભૂમિ ઉપર ઊભા