________________
૨૬૬
તપોવન રત્નાકર અનિષ્ટ પરિણામ રેકાય કે કોઈપણ વસ્તુને નિગ્રહ થાય તે “ગુપ્તિ” કહેવાય. ગુપ્તને અર્થ એ છે કે-સંયમનું પાલન માટે મન, વચન ને કાયાથી પ્રગટતી અસત્ પ્રવૃત્તિને રેકવી. ગુપ્તિના નીચે પ્રમાણે ત્રણ પ્રકારે છે.
૧. મને ગુપ્તિ મનને દુષ્ટ વિચારે કે સંકલ્પમાં પ્રવર્તવા ન દેવું.
ર. વચન-ગુપ્તિ-ખાસ જરૂર વિના બોલવું નહિ.
૩. કાય-ગુપ્તિ-કાયાથી બને તેટલી ઓછી પ્રવૃત્તિ કરવી.
ધ્યાન મને ગુપ્તિમાં મદદ રૂપ છે. મૌન વચન ગુપ્તિમાં સહાયકારક છે અને કાર્યોત્સર્ગ કાયગુપ્તિમાં અવલંબનભૂત છે.
આ ત્રણ ગુપ્તિને સમિતિ પણ ગણી શકાય છે. એ રીતે ગણીએ તે “સમિતિની સંખ્યા આઠની થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં “સમિતિની સંખ્યા આઠ જણાવેલ છે.
જ્યાં “સમિતિ” હેાય ત્યાં “ગુપ્તિ” અવશ્ય હોય. જ પરંતુ જ્યાં “ગુપ્તિ” હોય ત્યાં “સમિતિની ભજના જાણવી એટલે કે હોય અને ન પણ હોય.
સમિતિ મુખ્યત્વે પ્રવૃત્તિપ્રધાન છે અને ગુપ્તિ મુખ્યત્વે નિવૃત્તિપ્રધાન છે. ]
પહેલે દિવસે એક કવળ, બીજે દિવસે એક કવળ, ત્રીજે દિવસે એક કવળ એ પ્રમાણે ૧-૧-૧ ઈસમિ.