________________
અષ્ટ પ્રવચનમાતૃ તપ
૨૬૫
૯૪. અષ્ટ પ્રવચનમાતૃ તપ. (અ. નં. ક)
(જેમ માતા પુત્રાદિકનું જતન-રક્ષણ કરે છે તેમ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આ આઠ પ્રકારે સંયમ–ચારિત્રનું માતાની માફક પાલન-રક્ષણ કરે છે તેથી તેને “પ્રવચનમાતા” કહેવામાં આવે છે. સમિતિ પાંચ છે અને ગુપ્તિ ત્રણ છે.
સેમેજમાવેનેતિ સમિતિ – સારી રીતે એકીભાવ–એકાગ્રતા જે ક્રિયામાં થયેલ છે તે સમિતિ” અથવા તે નાગરિજામ છ સમિતિઃ એકાગ્ર પરિણામવાળી સુંદર ચેષ્ટાક્રિયા તે “સમિતિ.” તેના નીચે પ્રમાણે પાંચ પ્રકારે છે.
૧. ઈર્ષા સમિતિ–કઈ જીવને આઘાત, પીડા કે ત્રાસ યા તે તકલીફ ન થાય તે જાતની કાળજી રાખીને કરવામાં આવતી ચાલવાની કિયા.
૨. ભાષા સમિતિ—કોઈને પણ અહિતકર ન નીવડે તેવી રીતે નિરવવ વચન-પ્રવૃત્તિ.
૩. એષણા સમિતિ-શ્રી દશવૈકાલિક પ્રમુખ સૂત્રોમાં દર્શાવ્યા પ્રમાણે બેંતાલીશ ષોથી રહિત ગેચરી લેવી.
૪. આદાન-નિક્ષેપ સમિતિ–પાત્ર, વસ્ત્ર તેમજ ઉપકરણે વિગેરે યતનાપૂર્વક સાવધાનીપૂર્વક લેવા-મૂકવાની પ્રવૃત્તિ.
પ. પારિષ્ઠાપનિકા સમિતિ-મલ, મૂત્ર, શ્લેષ્મ વિગેરેને જણાપૂર્વક પરઠવવાની પ્રવૃત્તિ.
વન ગુતિઃ | ગુજ્જુ એટલે રક્ષા કરવી, રેકવું, નિગ્રહ કર. જે કિયાવડે રક્ષા થાય, અનિષ્ટ સંપર્ક કે