________________
૨૫૫
અષ્ટકર્મોત્તર પ્રવૃત્તિ તપ
૯૩. અષ્ટકર્મોત્તર પ્રકૃતિ તપ [છઠ્ઠ: કર્મસૂદન તપમાં આ આઠે કર્મને લગતું સંક્ષિપ્ત વિવેચન કરવામાં આવ્યું છે. આ સંબંધમાં વિશેષ જાણવાનું એ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોટાકોટિ સાગરોપની છે, મેહનીયકર્મની સીતેર કોટાકોટી સાગરોપમન છે, નામ તેમજ ગોત્ર કમની વીશ કેટકેટી સાગરેપની છે અને આયુષ કર્મની તેત્રીશ સાગરોપમની છે જ્યારે જઘન્ય સ્થિતિબંધ આ પ્રમાણે જાણવો–વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ બાર મુહુર્તની અને શષ કર્મોની અન્તમુહૂની જાણવી. કર્મસંબંધી વિશેષ માહિતી માટે કમ્મપયડી, પંચસંગ્રહ, નવતત્વ વિગેરે છે. અવશ્ય વાંચવા.)
આઠ કર્મ મધ્યે જ્ઞાનાવરણની ઉત્તરપ્રકૃતિ પાંચ, દર્શનાવરણની નવ, વેદનીયની બે, મેહનીયની અઠ્ઠાવીશ, આયુકર્મની ચાર, નામ કર્મની એક ને ત્રણ, ગોત્ર કર્મની બે, અંતરાય કર્મની પાંચ, સર્વ મળી ૧૫૮ પ્રકૃતિ હોવાથી ૧૫૮ ઉપવાસ એકાંતર એકાસણે કરવા. એટલે કે એક ઉપવાસ પછી એકાસણું એમ ૧૫૮ ઉપવાસ અને ૧૫૮ એકાસણા વડે એક ઓળી
થાય, તેવી આઠ ઓળી કરવી. ઉદ્યાપનમાં ૧૫૮–૧૫૮ વસ્તુ તથા માદક ઠેકવા, જ્ઞાનની પૂજા કરવી, ગુરુને દાન દેવું. સંધવાત્સલ્ય કરવું. ઇત્યાદિ. ગરણું નીચે પ્રમાણે વીશ નવકારવાળીનું
* હાલની પ્રવૃત્તિમાં માત્ર ૧૫૮ ઉપવાસ છૂટક કરવાનો પ્રચાર છે.