________________
૨૫૪
તપોરન રત્નાકર
૨૩ ૪ શ્રી તેજેલેશ્યાલબ્ધયે નમઃ | ૨૪ છે શ્રી આહારકલબ્ધયે નમઃ | ૨૫ છે શ્રી શીતલેશ્યાલબ્ધયે નમઃ | ૨૬ છે શ્રી વૈકિપલબ્ધયે નમઃ | ૨૭ ૩ શ્રી અક્ષીણમહાનસલબ્ધયે નમઃ | ૨૮ છે શ્રી પુલકલબ્ધયે નમઃ |
૨. અશુભનિવારણ તપ પ્રથમ ઉપવાસ એક, પછી નવી બે, પછી આંબીલ ત્રણ, પછી એકાસણા છે, પછી 'લૂખ ચોપડ્યો એક, એકસિફથ પાંચ, એકઠાણા ચાર, એલઘરે એક, અલવાડે એક (ઢોકળાં વિગેરે અલેપ પદાર્થ), એક કવળ એક–આ પ્રમાણે ૨૫ દિવસે તપ પૂર્ણ કરે.
નમો અરિહંતાણું” એ પદની નવકારવાળી વીશ ગણવી, સાથીયા વિગેરે બાર બાર કરવા.
૧ લુખા પડ્યાની એવી રીત છે કે–એક વાટકો ઘીનો તથા એક વાટકો પાણીનો ટાંકી રાખવો. પછી કોઈ અજાણ્યા પાસે એક વાટકો ઉઘડાવવો. તેમાં જો ઘીને ઊઘડે તો એકાસણું કરવું અને પાણીને ઊઘડે તો આંબીલ કરવું.
૨ એકલઘરાની એવી રીત છે કે-પાણીને લોટો લઈને કોઈ સંબંધીને ઘેર જવું. તે વખતે જો તે ઘરમાંથી “આવો પધાશે એમ કહે તો ત્યાં એકાસણું કરવું. અથવા કાંઈક બીજું કહે અર્થાતુ કેમ આવ્યા? ઈત્યાદિ કહે તો ત્યાં જ પાણી પીને ચોવિહારનું પથ્યખાણ કરીને આવવું.