________________
અઠ્ઠાવીશ લબ્ધિ તપ રહીને હાથ એટલે બધે લંબાવે કે-જેથી મેરુપર્વતના શિખરના અગ્રભાગને સ્પશી શકે. (૬) જેમ જળમાં પ્રવેશ કરે તેમ ભૂમિમાં પ્રવેશ કરીને ચાલવાની શક્તિ તેમજ પાણીમાં ડૂબકી મારીને ઉપર તરી આવે તેમ ભૂમિમાં પણ ડૂબકી મારીને ઉપર તરી આવવાની શક્તિ. (૭) તીર્થકર, ચકવતી કે ઈંદ્ર સરખી ત્રાદ્ધિ વિદુર્વવાની શાત (૮) સર્વ જેને વશ કરવાની શક્તિ. (૯) જેમ સીધા-સપાટ માર્ગમાં અખલિતપણે ગમન કરી શકાય તેમ વચ્ચે પર્વતાદિ નડતર આવવા છતાં અખલિતપણે ગમન કરવાની શક્તિ (૧૦) અદ્રશ્ય-અન્તર્ધાન થવાની શક્તિ. (૧૧) એક સાથે અનેક પ્રકારનાં વિવિધ રૂપ બનાવવાની શક્તિ.)
૨૭, અક્ષીણમહાનસ લબ્ધિ–અનેક વસ્તુઓ આપવા છતાં પણ ખૂટે નહી તે અક્ષણ લબ્ધિના બે પ્રકાર છે. (૧) અક્ષણમહાનસ લબ્ધિ અને (૨) અક્ષીણ મહાલયલબ્ધિ. જે લબ્ધિના પ્રભાવે પાત્રમાં અલપ અડાર વિગેરે હોય તે પણ તે આહાર ઘણું જણાને આપવા છતાં ખૂટે નહીં તે અણમહાનસ લબ્ધિ કહેવાય. શ્રી ગૌતમ સ્વામીએ અપ ક્ષીરથી અષ્ટાપદ પર્વત પર રહેલા ૧પ૦૩ તાપસોને એક પાત્રવડે પારણું કરાવ્યું હતું. પરિમિત ભૂમિમાં અસંખ્ય દે, તિર્યો અને મનુષ્ય પોતપોતાના પરિવાર સહિત સમાઈ શકે અને પરસ્પર એકબીજાને બાધાસંકડાશ ન ઉપજે તે અક્ષણમહાલય લબ્ધિ કહેવાય.
૨૮. પુલાક લબ્ધિ-ચકવર્તીનું સૈન્ય પણ ચૂર્ણ કરી
શકે.