________________
૨૯
અઠ્ઠાવીશ લબ્ધિ તપ અમૃતાશ્રવ લબ્ધિ કહેવાય. આ લબ્ધિન ક્ષીરાશવ, મધ્યાશ્રવ, ધૃતાવ, ઈફવાશ્રવ વિગેરે પ્રકારે છે.
૨૦. કચ્છકબદ્ધિ લબ્ધિ-કોઠામાં (અનાજ ભરવાના મિટા કોઠારમાં) નાખેલું ધાન્ય જેમ વર્ષો સુધી વિનાશ પામતું નથી તેમ મુનિના હૃદયમાં ઉતરેલ સૂત્રાર્થો દીર્ઘકાળ પર્યત સ્થિર રહે, ભૂલાય નહીં.
૧. પદાનુસાર લધિ -કેઈપણ ગ્રંથનું પહેલું, મધ્યમ કે છેલ્લું પદ સાંભળીને તેને અનુસરતા સર્વ શ્રતનું જ્ઞાન થાય. તેના ત્રણ પ્રકાર છે. (૧) ગ્રંથની શરૂઆતનું પદ સાંભળીને સમગ્ર ગ્રંથને બંધ થાય તે અનુશ્રોતપદાનુસારિણી (૨) છેલ્લા પદને સાંભળીને સંપૂર્ણ ગ્રંથને બોધ થાય તે પ્રતિશ્રોતપદાનુસારિણી અને ગ્રંથના વચલા કોઈપણ પદને સાંભળીને સંપૂર્ણ ગ્રન્થને બંધ થાય તે ઉભયપદાનુસારિણી કહેવાય છે,
રર, બીજલધિ-બીજભૂત એક અર્થ પદને સાંભળીને બીજું સર્વ શ્રેત યથાર્થ જાણે તે બીજબુદ્ધિ લબ્ધિ કહેવાય. આ પ્રકારની લબ્ધિ ગણધર ભગવંતને અવશ્ય હોય છે, કારણ કે તીર્થકર ભગવંતના મુખથી “ત્રિપદી” સાંભળીને તદનુસાર દ્વાદશાંગીની રચના કરે છે.
૨૩. તે જેલશ્ય લબ્ધિ-કધમાં આવી મુનિ અનેક જિન પ્રમાણ ક્ષેત્રમાં રહેલા પિતાના શત્રુ વિગેરે પદાર્થોને બાળવાને સમર્થ અતિ તીવ્ર તેજ એટલે કે અગ્નિ જેવા અતિ ઉષ્ણ પુદ્ગલ ફેંકવાની શક્તિ તે તેજલેશ્યાલબ્ધિ.