________________
૨૩૭
વીશ સ્થાનક તપ હિંસાદિક આશ્રયદ્વારને ત્યાગ કરી આત્મનિગ્રહ કરનાર સંયમી કહેવાય છે. સર્વસંયમી મુનિરાજે છે, જયારે શ્રાવક દેશસંયમી કહેવાય છે.
૧૮. અભિનવ જ્ઞાનપદ–બુદ્ધિના આઠ ગુણ પ્રાપ્ત કરી પિતપતાની યેગ્યતા પ્રમાણે ગુરુગમથી નવાં નવાં આગમ-શાસ્ત્રો વાંચવા-વિચારવા.
શ્રતપદ–સૂત્ર, આગમ, સિદ્ધાન્ત, ગ્રન્થ કે પ્રકરણ તેમજ ભાષ્ય, ચૂર્ણિ, નિર્યુક્તિ, ટીકા એ સર્વ સર્વજ્ઞ પુરુષોએ કરેલ હોવાથી પ્રમાણભૂત છે. વિનય, બહુમાન, યેગ-ઉપધાન પ્રમુખ ઉચિત આચારથી મૃતપદનું અવશ્ય આરાધન કરવું.
૨૦. તીર્થપદ–જેનાથી ભવસાગર તરી શકાય તે તીર્થ કહેવાય તેના બે પ્રકાર છેઃ જંગમ અને સ્થાવર, વર્તમાનકાળે વિચરતા વીશ વિહરમાન જિન, ગણધર, કેવળી તેમજ આત્મા ચતુવિધ સંઘ જંગમ તીર્થ ગણાય. પવિત્ર શ્રી શત્રુંજય, ગિરનારજી, સમેતશિખર વિગેરે સ્થાવર તીર્થો કહેવાય.
આ વીશ સ્થાનને તપ ઘણે પ્રસિદ્ધ છે. તે કરવાને પ્રચાર પણ સર્વત્ર સારી રીતે જોવામાં આવે છે. આ તપ ઘણો વિસ્તારથી કરવામાં આવે છે, તે પણ તે સંબધી સામાન્ય વિધિ જ માત્ર અહીં આપીએ છીએ. વિસ્તાર માટે “વીશ
સ્થાનક પદ સંગ્રહ” છપાયેલ છે તે તથા વિધિપ્રપા વિગેરે. ગ્રંથ જેવા. આ તપ કરવાને ઉત્તમ માર્ગ તે એ છે કે