________________
૨૩૬
તપોરન રનાકર
વિશ્વ–વંદિત છે. અન્ય અનેક પ્રકારનાં સુકૃત કરનાર પ્રાણી યથાવિધિ બ્રહ્મચર્ય પાળનારની બરાબરી કરી શકતા નથી.
૧૩. ક્રિયાપદ–ક્રિયા–આચરણ વગરનું એકલું જ્ઞાન પાંગળું ગણાય અને જ્ઞાન વગરની એકલી કિયા પણ આંધળી જ ગણાય. ભેજનનું નામ માત્ર લેવાથી કઈ ભૂખ ભાંગતી નથી, પણ તેનું સેવન–આસ્વાદન કરવાથી ભૂખ ભાંગે છે તેમ ક્રિયા કરવાથી જ સાધ્યસ્થાને પહોંચી શકાય છે.
૧૪. તપપદ–જેમ સુવર્ણની શુદ્ધિ અગ્નિથી થાય છે તેમ બાહ્ય તથા અત્યંતર તપશ્ચર્યાથી આત્માને કર્મપી મેલ દગ્ધ થઈ જાય છે. નિકાચિત કર્મોને પણ નષ્ટ કરવાનું સામર્થ્ય તપમાં છે.
૧૫. ગૌતમપદ–વરપ્રભુ પ્રત્યે શ્રી ગૌતમસ્વામીને અકૃત્રિમ અને અપ્રતિમ પ્રેમ હતું તેમ સજજનેએ પણ સ્વગુરુ પ્રત્યે તે જ પ્રેમ ધારણ કરે જોઈએ. છઠ્ઠ છને તપે પારણું કરનાર અને અઠ્ઠાવીશ લબ્ધિના ધણી શ્રી ગૌતમસ્વામી પરમવિનયી હોવાથી આ પદ અત્યંત પ્રેમથી આરાધવા યોગ્ય છે.
૧૬. જિનપદ–દેધાદિક અઢારે દૂષણને ક્ષય કરી વિતરાગપદની પ્રાપ્તિ કરનાર “જિન” કહેવાય છે. પ્રથમ અરિહંત પદમાં તે તીર્થકર ભગવંતને જ સમાવેશ થાય છે જ્યારે આ પદમાં ઘાતી કર્મને નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર સર્વજ્ઞ સમાવેશ થાય છે.
૧૭. સંયમપદ–વિષયસુખને પરિત્યાગ કરી,