________________
૨૩૮
તપોરન રતનાકર
સુવિહિત ગુરુની સમક્ષ તેમની આજ્ઞાનુસાર કરે, છતાં દરેક સ્થળે ગુરુને વેગ હેત નથી. તે પણ તપ આરંભ્યા પહેલાં નજીકના ગામમાં જ્યાં ગુરુને વેગ હોય ત્યાં જઈ સર્વ વિધિથી સુજાણ થઈ તેને આરંભ કરે યોગ્ય છે, અથવા જેઓએ આ તપ કર્યો હોય અને તેના વિધિવિધાન વિગેરે સારી રીતે જાણતા હોય તેવા સુશ્રાવકથી માહિતગાર થવું.
સામાન્ય વિધિ પ્રથમ શુભ નિર્દોષ મુહૂર્ત નંદીસ્થાપનપૂર્વક સુવિહિત ગુરુની સમીપ વિંશતિસ્થાનક તપ વિધિપૂર્વક ઉચ્ચર. એક એળી બે માસથી છ માસ સુધીમાં પૂર્ણ કરવી. કદાચ છ માસની અંદર એક ઓળી પૂર્ણ ન થાય તે કરેલી (ચાલતી ઓળી)ને ફરીથી આરંભ કરે પડે. એક એળીનાં વીશ પદ છે, તેમાં વિશે દિવસમાં વિશ પદ જુદાં જુદાં ગણવાં અથવા એક ઓળીના વીશ તપના દિવસે માં એક જ પદ ગણવું, બીજા વિશ દિનમાં બીજું પદ ગણવું. એ રીતે વિશ ઓળીએ (૪૦૦ દિવસે) વીશ પદ પૂર્ણ કરવાં. દરેક પદની આરાધના કરવાને સારી શક્તિવાળાએ અમ કરીને પ્રત્યેક પદની આરાધના કરવી. એ રીતે કરવાથી વીશ અડ્ડમે એક એળી પૂર્ણ થાય અને વિશે એળી ચાર
અઠ્ઠમે પૂર્ણ થાય. તેથી હીનશક્તિવાળાએ છઠ્ઠ કરવા, તેથી હિન શક્તિવાળાએ ચેવિહાર ઉપવાસ, તે ન બને તે તિવિહાર ઉપવાસ, તે ન બને તે આંબિલ, તે ન બને તે નવી અને તેટલી પણ શક્તિ ન હોય તે તિવિહાર એકાસણાએ કરી આરાધવાં. એકાસણાથી એ તપ કરી શકાય નહીં. વળી