________________
તપરના નાકર
જઘાચારણ મુનિવરની પ્રથમ જતી વખતે ગતિ ઘણી હોય છે અને પાછા વળતાં ઓછી હોય છે. કારણ કે પ્રથમ જેઘાબળ વધારે હોય છે અને પછી થાક લાગતાં અ૫અલપ થતું જાય છે. વિદ્યાચારણ મુનિવરને પ્રથમ વિદ્યાપાઠ અલ્પ હોય છે, પણ જેમ જેમ તે વિશેષ ગણવામાં આવે. છે તેમ તેમ વિદ્યા વિશેષ અભ્યસ્ત (તાજી) થાય છે. આ કારણથી તેમની પ્રથમગતિ વિસામાવાળી અને સ્વસ્થાન તરફની ગતિ શીવ્ર હોય છે. - આ ઉપરાંત બીજા પણ અનેક પ્રકારના ચારણ લબ્ધિવાળા મુનિઓ હોય છે, જેમકે
પદ્માસનથી કે કોન્સસનથી શરીર હલાવ્યા વિના સ્થિરતાપૂર્વક આકાશમાં ઊડવાની શક્તિ તે મચારણ લબ્ધિ .
વાવ, નદી, સરોવર કે સમુદ્ર આદિ જળાશયમાં અખકાય જેની વિરાધના કર્યા સિવાય, જેમ ભૂમિ ઉપર પગ મૂકીને ચાલે તેમ જળમાં પગ મૂકીને ચાલે તે જળચારણ લબ્ધિ.
ભૂમિ ઉપર ચાર આંગળ ઊંચા રહીને ચાલવાની શક્તિ તે જંઘાચારણ લબ્ધિ.
અનેક પ્રકારનાં વૃક્ષે પર રહેલાં ફળને અવલંબી ચાલવા છતાં ફળના જીવને કિંચિત્ પણ બાધા ન ઉપજે તેવી શક્તિ તે ચારણુ લબ્ધિ.