________________
૨૩૫
વીશ સ્થાનક તપ ઉઘત રહી, સાધુસમૂહને સુશિક્ષિત કરે તે ઉપાધ્યાય આચાર્યને, ગચ્છને અને શ્રી સંઘને સહાયક છે.
૭. સાધુપદ-શાશ્વત સુખની સિદ્ધિ કરવા, સંસાર સુખને ત્યાગ કરી, રત્નત્રયીનું પ્રમાદરહિતપણે પાલન કરે તે સાધુ કહેવાય. તેની ઉપાસના કરવી.
૮. જ્ઞાનપદ–સ્વપરને, જડ તેમજ ચેતનને, હિત કે અહિતને તથા કર્તવ્યા કર્તવ્યને જેનાથી જાણી શકાય તે જ્ઞાન. જ્ઞાનરૂપી વિવેકદીપક પ્રગટ થતાં આત્મપ્રકાશ થાય, અધ્યાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય.
૯. દર્શનપદ–સર્વજ્ઞ ભગવંતકથિત તપ, તત્વ, પડદ્રવ્ય, સતનય, નિક્ષેપ વિગેરે હકીક્તને સત્ય તેમજ પ્રામાણિક માનવા તે સમ્યકત્વ-દર્શન છે. તે ચિંતામણિ રત્નની માફક ઇચ્છિત મેક્ષસુખની પ્રાપ્તિ કરાવે છે.
૧૦. વિનયપદ–ગુણીજન પ્રત્યે મૃદુતા રાખવી, સજ્જનેની યથાશક્તિ ભક્તિ-બહુમાન કરવું, સદ્ગુણી થવા પ્રયત્ન કરે, રાગદ્વેષાદિક શત્રુને દૂર કરવા તે વિનય. વિનયવડે જ વિદ્યા, વિજ્ઞાન અને પ્રાંતે શિવસુખની પ્રાપ્તિ થાય છે.
૧૧. ચારિત્રપદ-અનાદિસંચિત કર્મમલને નષ્ટ કરનાર અને શુદ્ધ ફટિક રત્નસમાન નિર્મળ ચારિત્રારાધનથી આત્માના સ્વાભાવિક રવરૂપને પામી શકાય છે.
૧૨. બ્રઘચર્યપદ અનેક પ્રકારની વિષયાસક્તિને દૂર કરનાર તેમજ સ્વરૂપરમણતા પ્રાપ્ત કરાવનાર બ્રહ્મચર્ય