________________
૨૨૭
કર્મચતુર્થ તપ
આ તપમાં ચેવિશ દિવસે કરીને અધિક એવા નવ માસ સર્વ તપના દિવસે છે. તથા ચૌદસે અને ઓગણચાળીશ દત્તિઓની સંખ્યા છે.
ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિપૂર્વક જિનેશ્વરની પૂજા ભણાવવી. વિવિધ પ્રકારનાં પક્વાન્ન, ફળ, રૂપાનાણું વિગેરે દેવ પાસે ઢાકવાં. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
“હી નમો અરિહંતાણં' પદની નવકારવાળી વિશ ગણવી. સાથીઆ વિગેરે બાર બાર કરવા.
૮૪. કર્મચતુર્થ તપ. उपवासत्रयं कुर्यादादावन्ते निरन्तरम् । मध्ये पष्टिमिताः कुर्यादुपवासांश्च सान्तरान् ॥१॥
કર્મના ખંડનને માટે જે ચતુર્થ એટલે ઉપવાસ કરે તે કર્મચતુર્થ તપ કહેવાય છે. તેમાં પ્રથમ ત્રણ ઉપવાસ (અઠ્ઠમ) કરીને પારણું કરવું, પછી એકાંતરા સાઠ ઉપવાસ કરવા, પછી છેડે ત્રણ ઉપવાસ (અઠ્ઠમ) આંતર રહિત કરવા. એ પ્રમાણે ઉપવાસ ૬૬ તથા પારણા દિન ૬૨ કુલ ૧૨૮ દિવસે આ તપ પૂરે થાય છે. ઉદ્યાપનમાં મોટી રાત્રવિધિપૂર્વક રૂપાનું વૃક્ષ તથા સુવર્ણ કુહાડે કરાવી દેવ પાસે કવાં. નાના પ્રકારના પકવાન, ફળ વિગેરે ઠેકવ. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ કર્મને નાશ થાય તે છે.