________________
૨૨૬
તપન રત્નાકર
બીજી પ્રતિમા પૂર્ણ થાય છે. અહીં પણ ઉપરની જેમ પહેલી ઓળીના આઠ દિવસ હંમેશાં એક એક દત્તિ કરવી. બીજી ઓળીના આઠ દિવસ બબે કરવી. એ રીતે વધતાં આઠમી ઓળીને આઠ દિવસ હંમેશાં આઠ આઠ દત્તિ કરવી. (કુલ દત્તિ ૨૦૦).
ત્રીજી નવ નવમિકા–અહીં નવ દિવસની એક ઓળી એવી નવ એળી કરતાં ૮૧ દિવસે આ પ્રતિમા પૂર્ણ થાય છે. તેમાં પણ ઉપર પ્રમાણે પહેલી નવ દિવસની ઓળીમાં હંમેશાં એક એક દત્તિ કરવી, બીજી નવ દિવસની ઓળીમાં હંમેશાં બબે દત્તિ, એ પ્રમાણ ચડતાં ચડતાં છેવટે નવમી ઓળીએ હંમેશાં નવ નવ દક્તિ કરવી. એ રીતે કરતાં કુલ દત્તિ ૪૦પ થાય છે.
ચથી દશ દશમિકા–અહીં પણ દશ દિવસની એક ઓળી એવી દશ એળી કરતાં સો દિવસે આ પ્રતિમા પૂર્ણ થાય છે. અહીં પણ પહેલી દશ દિવસની ઓળીમાં હંમેશાં એક એક દત્તિ કરવી. બીજી ઓળીમાં હંમેશાં બબે દત્તિ કરવી. એ રીતે વધતાં છેવટે દશમી ઓળીમાં હંમેશાં દશ દશ દત્તિ કરવી. એ રીતે કરતાં કુલ ૫૫૦ દત્તિઓ થાય છે.
આ ચારે પ્રતિમા નવ માસ અને ચઉવીશ દિવસે પૂર્ણ થાય છે. તથા દત્તિની સંખ્યા ૧૪૩૯ થાય છે. આ વિષે પ્રવચનસારે દ્વારમાં આ પ્રમાણે કહ્યું છે. चउवीस दिवस अहिया नव मासा सव्व इत्थ दिवसागि । चउद सया गुणयाला दत्तीणं हवइ इय संखा ॥१॥