________________
અખંડદશમી તપ
૨૨૩
પંદર, એ પ્રમાણે લગોલગ કરવાથી આ તપ પૂર્ણ થાય છે. બીજો સર્વ વિધિ ઉપર પ્રમાણે સમજે.
૩% હી" નો સિધાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે આઠ આઠ કરવા.
૮૧. અખંડ દશમી તા. शुक्लासु दशसंख्यासु, निजशक्त्या तपोविधिम् । विदधीत ततः पूर्तिस्तस्य संपद्यते क्रमात् ॥१॥
અખંડ દશમીને દિવસે જે તપ કરવામાં આવે તેનું નામ અખંડ દશમી તપ કહેવાય છે. તેમાં દશ શુક્લ દશમીને દિવસે પિતાની શક્તિ પ્રમાણે એકાસણાદિક તપ કરે. તેથી તે તપ પૂર્ણ થાય છે. (તપને દિવસે અખંડ અન્નનું ભજન કરવું એટલે કે મુશળ વડે નહીં ખડેલા એવા ચેખાનું ભજન કરવું.) ઉદ્યાનને દશ દશ પફવાન, ફળ, રૂપાનાણું વિગેરે દેવ પાસે ઢેકવું. અખંડ
અક્ષતનું નૈવેદ્ય મૂકવું. અખંડ (નવું) વસ્ત્ર ગુરુને વહેરાવવું. ચિત્યની ફરતી ઘીની ત્રણ ધારા અખંડ કરવી. (પ્રભુની પ્રતિમા એક મોટા તાસમાં બિરાજમાન કરી, સવાપાંચ શેર ઘી લઈ તેની અખંડ ધારાવાડી જરા માત્ર પણ ધાર તૂટે નહીં તે રીતે પ્રતિમાજી ફરતી કરવી.) સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ અખંડ સુખની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે.