________________
રોહિણુ તપ
૨૦૭ रोहिण्यां च तपः कार्य वासुपूज्यार्चनायुतम् । सप्तवर्षी सप्तमासी उपवासादिभिः परम् ॥१॥
આ તપ રહિણી નક્ષત્રમાં થાય છે, તેથી તે રહિણી તપ કહેવાય છે. તે તપ અક્ષય તૃતીયાને દિવસે અથવા તેની આગળ પાછળ જ્યારે રોહિણી નક્ષત્ર હોય ત્યારે શરૂ થાય છે. તે તપ શ્રી વાસુપૂજ્ય સ્વામીની પૂજાપૂર્વક સાત વર્ષ અને સાત માસ સુધી કરે. એટલે માસે માસે જ્યારે રોહિણી નક્ષત્ર હોય તે તે દિવસે ઉપવાસાદિક (ઉપવાસ, આંબિલ, નીવિ વિગેરે) તપ કરે. જે કદાચ એક પણ હિણી નક્ષત્ર ભૂલી જવાય તે ફરીથી પ્રથમથી આરંભ કરો. ઉદ્યાપનમાં શ્રી વાસુપૂજ્યસ્વામીની પ્રતિમાની મોટી નાનવિધિએ પૂજા કરીને સુવર્ણમય અશોકવૃક્ષ હેક. (પ્રત્યંતરના મતે સુવર્ણમય સેમ રાજા તથા અશેક યુક્ત
હિણી રાણી તથા વાસુપૂજ્યસ્વામીની પ્રતિમા કરાવી દેવ પાસે ઢેકવી. એક ને એક સંખ્યા પ્રમાણ મેદક, ફળ, દીપ વિગેરે ઢેકવાં.) સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ અવિધવાપણું તથા સૌભાગ્ય સુખની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. (આ તપ પૌષધપૂર્વક ઉપવાસ કરીને કરવાનો પ્રચાર છે. અથવા પૌષધ ન થઈ શકે તે આરંભાદિક કાર્ય ન કરે.) “» હી શ્રી વાસુપૂજ્યસર્વત્તાય નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.