________________
અષ્ટાપદ પાવડી તપ
૨૧૧ બીજી રીતે એક પખવાડીયાની એક એકમને ઉપવાસ કરો. બે પખવાડીયાની બે બીજના ઉપવાસ, ત્રણ પખવાડીયાની ત્રણ ત્રીજના ઉપવાસ, એ પ્રમાણે ચડતા ચડતા પંદર પખવાડીયાની પુનમ તથા અમાસના ઉપવાસ કરવાથી પણ આ તપ થાય છે. આ તપ મેટો પખવાસો કહેવાય છે. આ તપમાં કઈ તિથિ ભૂલી જવાય તે આવતી બીજી તિથિ લઈ શકાય છે પણ કરેલે તપ નિષ્ફળ થતું નથી.
૭૪. અષ્ટાપદ પાવડી ત૫ (અષ્ટાપદ ઓળી)
[ અષ્ટાપદ પર્વત એ ચાલુ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થકર શ્રી રાષભદેવ ભગવંતનું નિર્વાણસ્થળ છે. છે ઉપવાસની તપશ્ચર્યા પૂર્વક પાદપોપગમન અનશન કરીને દશ હજાર સાધુઓ સાથે ભગવંતે અહીં એક્ષપ્રાપ્તિ કરી હતી. બાદ ભરત ચક્રવતીએ અહીં “સિંહનિષદ્યા” નામક ભવ્ય જિનપ્રાસાદ કરાવ્યું હતું. અને તેમાં વર્તમાન ચોવીશીના તીર્થકરેના દેહપ્રમાણે, સંસ્થાન, વર્ણ અને લાંછનયુક્ત પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરી હતી.
દક્ષિણ દિશામાં ચાર ભગવંતની મૂર્તિઓ–શ્રી અષભદેવથી અભિનંદન સ્વામી પર્યત.
પશ્ચિમ દિશામાં આઠ–શ્રી સુમતિનાથથી શ્રી વાસુપૂજ્યસ્વામી પર્યત.
ઉત્તર દિશામાં દશ-શ્રી વિમલનાથ સ્વામીશ્રી શ્રી નેમિનાથ પ્રભુ પર્યત.