________________
૨૯
તીર્થકરમાતૃ તપ માતાઓ માહેન્દ્ર દેવલેકમાં ગઈ. કેઈ સ્થળે ત્રિશલાદેવી બારમા દેવલેકે ગયાનો ઉલ્લેખ છે; તે મતાંતર જાણ.]
भाद्रपदशुक्रपक्षे प्रारभ्य सप्तमी तिथिम् । त्रयोदश्यन्तमाधेयं तपो माउरिसंज्ञकम् ॥१॥
તીર્થકરોને માતાની આરાધના માટે આ તપ છે. તેને ભાદરવા સુદી સાતમને દિવસે આરંભ કરી શુદી તેરસ સુધી દૂધ, દહીં, ઘી, કર બે (દહીં ભાત), ક્ષીર, લાપસી અને ઘેખરવડે શ્રી જિનમાતાની પૂજા કરી (આગળ ધરી) હંમેશાં એકાસણાદિક તપ કરે. તે તપ સાત વર્ષ સુધી કરે. પરંતુ બન્ને વરસે આ પ્રમાણે ઉદ્યાપન કરવું–ભાદરવા સુદી ચૌદશને દિવસે ચોવીશ વીશ પુડા, પુરી, પાન્ન, ફળ વિગેરે જિનમાતા પાસે કવાં. પુત્રવાળી વીશ શ્રાવિકાને વસ્ત્ર, અંગરાગ, તાંબૂલ વિગેરે આપવું. પછી સાતમા વર્ષના ઉદ્યાપનમાં શ્રી જિનમાતાની આગળ સાતમને દિવસે તેલ ઢોકવું. આઠમે ઘી, નવમીએ પક્વાન, દશમીએ ગાયનું દૂધ, અગિયારશે દહીં, બારસે ગોળ, અને તેરસે ખીચડી, વડી, કણિક (લેટ), હરડે, ધાણુ, મેથી, ગુંદર, આંજણ, શલાકા, સાત સાત પાન, સોપારી વિગેરે ઢેકવાં. પુત્રવાળી શ્રાવિકાને શ્રીફળ આપવાં. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ પુત્રપ્રાપ્તિ થાય તે છે. ત–૧૪
, પુત્રવાળી ચાવી
સાતમા વર્ષના આ ગરાગ, તાંબૂલ